ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટની બજારોમાં જોવા મળ્યો કોરોના પતંગનો ક્રેઝ - કોરોના મહામારી

રાજકોટ : સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ફેલાઇ છે. ત્યારે સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. મકરસંક્રાંતિનો તહેવાર આવતા રાજકોટની બજારોમાં કોરોના પતંગોની ધૂમ જોવા મળે છે.

કોરોના પતંગનો ક્રેઝ
કોરોના પતંગનો ક્રેઝ

By

Published : Dec 22, 2020, 4:21 PM IST

Updated : Dec 22, 2020, 4:42 PM IST

  • ચાલુ વર્ષે જોવા મળ્યો કોરોના પતંગનો ક્રેઝ
  • 'ગો કોરોના ગો' પતંગ ડિમાન્ડમાં
  • પતંગનો ભાવ 20થી 50 રૂપિયા

રાજકોટ : સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ફેલાઇ રહી છે. ત્યારે સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. મકરસંક્રાંતિનો તહેવાર આવતા રાજકોટની બજારોમાં પતંગોની ધૂમ જોવા મળે છે. જેમાં ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને કોરોનાની પતંગો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. લોકોમાં પણ કોરોનાની પતંગની માગ વધી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટની બજારોમાં જોવા મળ્યો કોરોના પતંગનો ક્રેઝ

રાજકોટની બજારોમાં કોરોના પતંગનો ક્રેઝ દેખાયો

હાલ કોરોનાની મહામારી ત્યારે ઉતરાયણનો તહેવાર આવતાની સાથે જ બજારોમાં કોરોના પતંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગો કોરોના ગો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો જેવા સ્લોગન સાથેની પતંગો હાલ રાજકોટની બજારોમાં ધૂમ મચાવી રહી છે. જ્યારે પતંગ રસિયાઓ પણ હાલ કોરોનાની પતંગોની માગ વધારે કરી રહ્યા છે.

રૂપિયા 20થી લઈને રૂપિયા 50 સુધીની પતંગનો ભાવ

રાજકોટની સદર બજારમાં વર્ષોથી પતંગના વેપાર સાથે સંકળાયેલા રાજુભાઈ જસાણી જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે કોરોનાની પતંગનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે ગ્રાહકો પણ કોરોનાની પતંગ ઉડાડવા માટે ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. દુકાને આવતા ગ્રાહકો પણ એમ કહીને પતંગ માંગી રહ્યા છે કે, વિશ્વમાંથી હવે કોરોના જાય, તેવા ઉદ્દેશ સાથે ગો કોરોના ગો પતંગ અમે ચગાવશું.

Last Updated : Dec 22, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details