રાજકોટઃ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોને કારણે આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.જેથી ગઈકાલે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા બલરામ મિના સહિતના રાજકોટ જિલ્લાના અધિકારીઓ દ્વારા ધોરાજી તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી અને કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં કેવી વ્યવસ્થા છે. આ અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ આરોગ્યની ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના ઇફેક્ટ: રાજકોટ જિલ્લામાં 8 દિવસ માટે ચા-પાનની દુકાનો બંધ - rajkot corona update
રાજકોટમાં કોરોના વાઇરસના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આવતી કાલથી આઠ દિવસ સુધી ચા અને પાનની દુકાનોને બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
તેમજ સોમવારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચા અને પાનની દુકાનો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અવતીકાલથી 8 દિવસ સુધી રાજકોટમાં ચા અને પાનની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. તેમજ અન્ય દુકાનો પણ સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધીજ ખુલી રાખવાની વહીવટી તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં જ રાજકોટના ધોરાજીમાં કોરોનાના મોટાભાગના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને ધ્યાને લઇ હવે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.