- રાજકોટ- અમદાવાદ ST બસના રૂટ બંધ કરવામાં આવ્યા
કોરોના મહામારીને લઈને રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ કરાયું
ચા-પાનની દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
રાજકોટ: કોરોનાને લઈને શહેરમાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા 6 હોટલ અઠવાડિયા સુધી સીલ કરવામાં આવી છે. આ સાથે જ અક્ષરમંદિર ૧૦ દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહશે. તેમજ રાજકોટ - અમદાવાદ બસના ૧૦૦ જેટલા રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ભીડ એકઠી થતી હોય તેવી ચા-પાનની દુકાનો અઠવાડિયા સુધી સીલ
રાજકોટમાં કોરોનાની મહામારીમાં લોકો ભેગા થતા હોટલ અને દુકાનો પર તંત્રએ ચેકીંગ કરતા 6 હોટલ 7 દિવસ માટે સીલ કરી દીધી છે. રાજકોટ શહેરમાં કોરોના બેકાબુ બની જતા તંત્ર ફરી હરકતમાં આવ્યું ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા લોકો ભેગા કરતા એકમો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં લીમડા ચોકમાં આવેલી જય મોમાઈ પાન, મોમાઈ ટી સ્ટોલ એન્ડ હોટેલ, રામાપીર ચોકડી દેવજીવન હોટલ, હરસિધ્ધિ ડીલક્ષ પાન, રાજનગર ચોકની જય સિયારામ હોટલ અને આનંદ બંગલા ચોકની રવેચી ટી સ્ટોલને સીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં કરફ્યૂના પગલે રાજકોટથી અમદાવાદ જતી 100 જેટલી એસટી બસોના રૂટ બંધ