ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ બાદ તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ - rajkot civil dental department head corona positive

રાજકોટમાં બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સોમવારે તેમના પત્ની અને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિ બહેન મહેતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ અવ્યો છે.

etv bharat
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેડ બાદ તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ

By

Published : Jul 20, 2020, 3:36 PM IST

રાજકોટ: રાજકોટમાં બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સોમવારે તેમના પત્ની અને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિ બહેન મહેતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ અવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેડ બાદ તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ

જેથી આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ટલ વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને કવોરેન્ટાઇન અને રિપોર્ટ કરવાની કામગીરી હાથધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના 613 અને ગ્રામ્યના 404 પોઝિટિવ કેસ છે.

જ્યારે અત્યાર સુધીમાં 14434 જેટલા દર્દીઓને સારવાર બાદ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details