ગુજરાત

gujarat

ETV Bharat / state

Inauguration of the Bridge at Rajkot : રાજકોટમાં બ્રિજના લોકાર્પણ પત્રિકામાં રૂપાણીનું નામ નહિ લખતા વિવાદ - Vijay Rupani Name is not in the Pamphlet

રાજકોટમાં રાજ્યનાં મુખ્યપ્રધાન એવા ભુપેન્દ્ર પટેલ હસ્તે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઇ લોકાર્પણ (Inauguration of the Bridge at Rajkot) કરવામાં આવ્યું છે. ઇ લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં (E Invitation Leaflet) રાજકોટના તમામ ધારાસભ્ય અને સાસંદ સભ્યો સહિતના નામ લખવામાં આવ્યા, પરંતુ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નામ પત્રિકામાં નહિ લખવામાં આવતા ભાજપ ફરી વિવાદોમાં ફસાયું છે.

Dedication of the Bridge at Rajkot : રાજકોટમાં બ્રિજના લોકાર્પણ પત્રિકામાં રૂપાણીનું નામ નહિ લખતા વિવાદ
Dedication of the Bridge at Rajkot : રાજકોટમાં બ્રિજના લોકાર્પણ પત્રિકામાં રૂપાણીનું નામ નહિ લખતા વિવાદ

By

Published : Jan 24, 2022, 11:19 AM IST

Updated : Jan 24, 2022, 1:45 PM IST

રાજકોટઃ રાજકોટમાં આજે રાજ્યનાં મુખ્યપ્રધાન એવા ભુપેન્દ્ર પટેલ હસ્તે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઇ લોકાર્પણ (E Dedication of Laxminagar Under Bridge) કરવામાં આવ્યું છે. એવામાં આ ઇ લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્ય અને સાસંદ સભ્યો સહિત મનપાના પદાધિકારીઓના નામ લખવામાં આવ્યા હતા, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજકોટના ધારાસભ્ય એવા વિજય રૂપાણીનું નામ પત્રિકામાં નહિ લખવામાં આવતા ફરી એક વખત રાજકોટ ભાજપમાં વિવાદ (BJP Controversy in Rajkot) આંખે ઉડીને આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતેનું કામચલાઉ બસ સ્ટેન્ડ શનિવારથી બંધ થશે

રૂપાણી રાજકોટના છે ધારાસભ્ય

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય (MLA of Rajkot West Seat) છે. આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્યના નામ લખવામાં આવ્યા છે. ત્યારે માત્ર વિજય રૂપાણીનું નામ નહીં લઝવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ સમગ્ર કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. જ્યારે રૂપાણીએ મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાજકોટના ઘણા ભાજપના કાર્યક્રમમાં રૂપાણીનું નામ નહીં લખવામાં આવતા વિવાદ સામે આવી ચુક્યો છે. ત્યારે આજ ઘટના ફરી એક વખત જોવા મળી રહી છે.

રાજકોટ ભાજપમાં આંતરીક વિવાદ

અગાઉ પણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ શહેફ ભજોના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની વાત નહિ માનતા હોવાનો આક્ષેપ કર્યો છે અને રાજકોટ ભાજપમાં જૂથવાદ હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે શહેર ભજોના સ્નેહ મિલન કાર્યક્રમમાં (Dedication of the Bridge at Rajkot) પણ અગાઉ આમંત્રણ પત્રિકામાં નામના વિવાદના કારણે રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને ખખડાવ્યા હતા. જ્યારે હવે ફરી એકવાર આમંત્રણ પત્રિકામાં નામના (Vijay Rupani Name is not in the Pamphlet) વિવાદના કારણે રાજકોટ ભાજપ ફરી વિવાદોમાં ફસાયું છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે રાજકોટમાં રૂપિયા 235 કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ થશે

Last Updated : Jan 24, 2022, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details