રાજકોટ:છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ( Birthday of Chhatrapati Shivaji Maharaj )પર રાજકોટના મુંજક નજીક આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનારા( Shyamaprasad Mukherjee Housing Scheme)રહેવાસીઓના વોટ્સએપ ગ્રુપમાં વકીલ દ્વારા શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરાઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વકીલની ધરપકડકરી હતી અને તેને જાહેરમાં જ કાયદાના(Controversial comment on Shivaji) પાઠ ભણાવ્યા હતા. જ્યારે વકીલે ધરપકડ કરવા આવેલી પોલીસ( Rajkot City Police )સાથે પણ ઝપાઝપી કરી હોવાનું ખુલ્યું હતું.
શિવાજી જયંતીના દિવસે વોટ્સએપ ગ્રુપમાં બન્યો બનાવ
શિવાજી જયંતીના દિવસે વોટ્સએપ (Birthday of Chhatrapati Shivaji Maharaj )ગ્રુપમાં શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનારા રહેવાસીઓ વોટ્સએપ ગ્રુપમાં શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી રહી હતી. એવામાં સોહિલ મોર નામના વકીલ દ્વારા શિવાજી લૂંટારો હતો તેવી વિવાદિત કોમેન્ટ લખી હતી. શિવાજી મહારાજ અંગે આ પ્રકારની વિધર્મી દ્વારા ટિપ્પણી કરવામાં આવતા આવાસ યોજનાના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે બાદ આ વિધર્મી વકીલને સ્થાનિકો દ્વારા સમજવાનો પ્રયાસ કરાયો હતો.
આ પણ વાંચોઃસોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનારા યુવકની જામી અરજી કોર્ટે ફગાવી