- રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટ્રોલ રુમ શરૂ કરાયો
- મ્યુકોર માઇકોસીસના ઇન્જેશન માટે શરૂ કરાયો કન્ટ્રોલ રુમ
- ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલ્સને જ ફાળવવામાં આવશે
રાજકોટ : મ્યુકોર માઇકોસીસના ઇન્જેક્શન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લેતા મ્યુકોર માઈકોસીસના દર્દીઓને જરૂરી ઇન્જેક્શન માટે હોસ્પિટલ દ્વારા જ કાર્યવાહી કરવાની રહેશે. ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલ્સને જ ફાળવવામાં આવશે. દર્દીના પરિવારજનોએ સેન્ટર ખાતે રૂબરૂ આવવું નહીં પડે. મ્યુકોર માઇકોસીસના ઇન્જેશન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોરોના ફેઝ 2ના કારણે બે મહિનામાં જ્વેલરી ઉદ્યોગને વર્ષની 55 ટકાની ખરીદી પર અસર
હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કરાયા
દર્દીના પરિજનોએ રૂબરૂ જવાની કે લાંબી લાઈન લગાવવાની જરૂર નહિ પડે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા જ ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાની રહેશે, ત્યારે તેના માટે હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કર્યા છે. જેનાથી વધુ માહિતી મેળવી શકાશે.
- 94998 04038
- 94998 06486
- 94998 01338
- 94998 06828
- 94998 01383
આ પણ વાંચો : કોરોનાને કારણે બંધ કરવામાં આવેલું ધોરાજી માર્કેટિંગ યાર્ડ ફરી થયું ધમધમતું
મ્યુકોર માઈકોસીસના દર્દીઓને લિપોઝોમલ એમ્ફોટિસીરીન - બીના ઇન્જેક્શન તંત્ર દ્વારા અપાશે
હાલની મ્યુકોર માઈકોસીસ રોગની મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકોર માઈકોસીસના દર્દીઓને લિપોઝોમલ એમ્ફોટિસીરીન - બીના ઇન્જેક્શન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપનારા જે તે ખાનગી હોસ્પિટલ દ્વારા જ કરવાની રહેશે. લિપોઝોમલ એમ્ફોટિસીરીન - બી ઇન્જેક્શન મેળવવા માટે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ તથા જરૂરીયાત મુજબના આધાર-પુરાવા એમ.જે. કુંડલીયા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, રાજકોટ ખાતે રજૂ કરવાના રહેશે. જેની ચકાસણી તબીબી તજજ્ઞની બનાવેલા સમિતિ દ્વારા કરવામાં આવશે.