રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 47 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના કોરોનાથઈ મોત થયા છે. જેમાં બે શંકાસ્પદ કોરોનાના દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 928 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ પણ રાજકોટમાં 527 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટમાં કોરોના બ્લાસ્ટ, 47 પોઝિટિવ કેસ નોંધાયા, 7ના મોત
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 47 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના કોરોનાથઈ મોત થયા છે.
અત્યાર સુધીમાં રાજકોટમાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા હતા, પરંતુ મંજૂરી મળ્યા બાદ ગઈકાલે જ મનપા દ્વારા ત્રણ ખાનગી લેબોટરીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં કોરોનાના ટેસ્ટ થઈ શકશે. આ સાથે જ રાજકોટ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પણ 13 જેટલી ખાનગી હોસ્પિટલનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનો કોરોનાની સારવાર લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાને લઈને વહીવટીતંત્ર પણ ચિંતામાં મુકાયું છે.
રાજકોટમાં દરરોજ કોરોનાના દર્દીઓનો મોતનો આંક વધી રહ્યો છે. આ સાથે જ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ કોરોનાની સારવાર લેવા માટે આવી રહ્યા છે. જેને લઇને પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.