- રાજકોટમાં સતત કોરોનાનો વધતો કહેર
- વધુ ચાર દર્દીઓના મોત નિપજ્યાંં
- રાજકોટમાં કાતિલ બનતો કોરોના
રાજકોટઃ સતત કોરોનાનો વધતો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારે વધુ ચાર દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજકોટના પરાપીપળીયા વિસ્તારમાં 63 વર્ષના વૃદ્ધા, જ્યારે જામનગર રોડ પર આવેલા ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષના પુરુષ, એરપોર્ટ રોડ શીતલ પાર્કમાં રહેતા 68 વર્ષના વૃધ્ધ અને શહેરના રૈયા રોડ વિસ્તારમાં રહેતા 48 વર્ષના મહિલા દર્દીઓના મોત નિપજ્યાં છે.