ઓક્સિજનનું પ્રમાણ વધી જતા નસો ફુલાઈ હતી અને તેથી આંખની કિકી ફાટી ગઈ હતી રાજકોટ : રાજકોટની કલરવ હોસ્પિટલના ડોક્ટર પ્રીતેશ પંડ્યાને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનર દ્વારા રૂપિયા 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ડોક્ટર દ્વારા આ 24 લાખના દંડના 10 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ડોક્ટર દ્વારા બાળકોના જન્મ સમયે સારવાર દરમિયાન બેદરકારી દાખવી હોવામાં આવી હતી. જે મામલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ 2013માં બે જોડિયા બાળકોનો થયો હતો જન્મ :સમગ્ર કેસની વાત કરવામાં આવે તો વર્ષ 2013માં આ મામલાના ભોગ બનનાર એવા યોગેશ કોટકના ઘરે બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જ્યારે જોડિયા બાળકોના જન્મ થતા પરિવારમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ જોડિયા બાળકો અધૂરા મહિને જન્મ્યા હોય તેમને કાચની પેટીમાં રાખવાની ફરજ પડી હતી. જ્યારે આ બાળકો કલરવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ડોક્ટર પ્રીતેશ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો Sayaji Hospital Vadodara: ઑક્સિજન સિલિન્ડર સાથે સીડી ચઢવાનો વારો આવ્યો, પેશન્ટ પરેશાન
સારવાર બાદ બાળકોને દેખાવાનું બંધ થયું : જ્યારે આ બંને બાળકોની સારવાર પૂર્ણ થઈ ગયા બાદ તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ પોતાના ઘરે ગયા હતા. જે દરમિયાન પરિવારજનોને બાળકોની આંખમાં ખામી દેખાઈ હતી. ત્યારે ફરી બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે બંને બાળકોની એક એક આંખમાં બિલકુલ દેખાતું નહોતું. જ્યારે બીજી આંખમાં 30 ટકા જેટલું જ વિઝન હોવાનું તપાસમાં ખોલ્યું હતું. ત્યારબાદ આ મામલે ભોગ બનનાર યોગેશ કોટકને જાણવા મળ્યું હતું કે બાળકોને જે કાચની પેટીમાં રાખવામાં આવ્યા હતા તે દરમિયાન ડોક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી હતી. જેના કારણે આ બાળકોની આંખોમાં અંધાપો આવ્યો હતો.
કોર્ટના ચુકાદાથી મને સંતોષ: ભોગ બનનાર : જ્યારે આ ઘટના અંગે ભોગ બનનાર એવા યોગેશ કોટકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ચુકાદાની રકમથી મને સંતોષ નથી. પરંતુ મારું ઉદ્દેશ રૂપિયા લેવાનો નહોતો. જ્યારે મારો ઉદ્દેશ્ય આ મામલે સામાન્ય જનતામાં જાગૃતિ લાવવાનો હતો. ડોક્ટરો હાલમાં માણસો પાસેથી લાખો રૂપિયા સારવારની ફી લે છે. પરંતુ યોગ્ય સારવાર આપતા નથી અને પોતાના દર્દીઓનું ધ્યાન રાખતા નથી. જેના કારણે સામાન્ય લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે. જેના માટેની મારી આ એક લડત હતી. જેમાં હું ભગવાનની કૃપાથી સફળ થયો છું અને કોર્ટે મને જે ચુકાદો આપ્યો છે તેને હું માથે ચડાવું છું.
આ પણ વાંચો સતાધીશોના પેટનું પાણી નથી હલતું શું? હોસ્પિટલમાં વૃદ્ધાઓની આંખ ગુમાવવાનો વારો આવ્યો, કલેક્ટર પાસે માંગ્યો ન્યાય
આ કારણે બાળકોને આવ્યો અંધાપો : સામાન્ય રીતે જ્યારે કોઈ પણ બાળકને કાચની પેટીમાં રાખવામાં આવે એટલે તેની આંખોમાં અલ્ટ્રા વાયોલેટ લાઈટ ન જાય તે માટે આંખ પર પ્રોટેક્શન રાખવાનું હોય છે અને પેટીમા ઓક્સિજન પણ યોગ્ય માત્રામાં રાખવાનું હોય છે. એવામાં આ કેસમાં કલરવ હોસ્પિટલના ડો. પંડ્યાએ બાળકોની આંખ પર કશું ઢાંક્યું ન હતું તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધી જતા નસો ફુલાઈ હતી અને તેથી આંખની કિકી ફાટી ગઈ હતી. જેથી ભોગ બનનાર દ્વારા આ મામલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી.