- કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરાયું
- રાજકોટ વહીવટીતંત્ર દ્વારા પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું
- ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનનો પણ મહત્વનો ફાળો રહેશે
રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલ(Civil Hospital, Rajkot) નજીક આવેલ ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ(Chaudhary High School Ground)માં આ પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ(Construction of a portable hospital) કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ સમગ્ર હોસ્પિટલ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન(Indo-American Foundation) દ્વારા તૈયાર કરવામાં આવનાર છે. આ હોસ્પિટલ માટે જગ્યા તેમજ લાઇટની વ્યવસ્થા પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. જ્યારે બાકી તમામ વસ્તુઓ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ(Oxygen bed)ની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને હોસ્પિટલ હોય તેવી તમામ વ્યવસ્થાઓ આ પોર્ટેબલ હોસ્પિટલમાં જોવા મળશે. જેને ગણતરીનાં દિવસોમાં જ ઊભી કરી શકાય છે.
રાજકોટમાં પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ
પોર્ટેબલ હોસ્પિટલનાં નિર્માણને લઈને કલેકટર અરુણ મહેશ બાબુ(Collector Arun Mahesh Babu)એ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ પોર્ટેબલ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ આ હોસ્પિટલને ડેમો ભાગ રૂપે તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે તેમાં કોરોનાનાં દર્દીઓને રાખવામાં આવશે. આ હોસ્પિટલની વિશેષતા એ છે કે જરૂર હોય ત્યાં સુધી જ તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ તેને ફરીથી રીમુવ પણ કરી શકાય છે. તેમજ એક અઠવાડિયાની અંદર આખી હોસ્પિટલનું નિર્માણ પણ થઈ જાય છે.