ગુજરાત

gujarat

ETV Bharat / state

કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડુ, રાજકોટ જિ.પં.ની બે બેઠક પર કોંગ્રેસની જીત, ભાજપના સૂપડા સાફ - ભાજપ

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેની આજે મતગણતરી થઇ રહી છે. અને અમુક બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહી છે, તો અમુક બેઠક પર કોંગ્રેસ પોતાના પંજા થકી પકડ મજબુત બનાવી રહી છે. જેમાં રાજકોટ જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અને આ બને બેઠક પર ભાજપના સૂપડા સાફ થયા છે.

કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડુ, રાજકોટ જિ.પં.ની બે બેઠક પર કોંગ્રેસની જીત, ભાજપના સૂપડા સાફ
કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડુ, રાજકોટ જિ.પં.ની બે બેઠક પર કોંગ્રેસની જીત, ભાજપના સૂપડા સાફ

By

Published : Oct 5, 2021, 12:41 PM IST

  • રાજકોટ જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસની જીત
  • કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવીયાને 2084 મતથી માત આપી
  • સાણથલી અને શિવરાજપુર બેઠક પર ભાજપના સૂપડા સાફ

રાજકોટ : રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેનું આજે પરિણામ આવ્ય હતું. જેમાં ભાજપના સૂપડા સાફ થયા છે. અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. આથી ભાજપે પૂર્વ કેબિનેટ પ્રધાન અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે, તેમાં બાવળિયા અસફળ રહેતા તેના જ ગઢમાં ગાબડુ પડ્યું છે.

રાજકોટ જિ.પં.ની બે બેઠક પર કોંગ્રેસે પંજો સ્થાપ્યો

શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતા ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી છગન તાવીયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં છગન તાવીયાને 4868 મત મળ્યા છે, અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે. આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવીયાને 2084 મતથી માત આપી છે.

આ પણ વાંચો : GMC Result Live Update : ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ઉત્સવ શરૂ કર્યો

આ પણ વાંચો : વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા

ABOUT THE AUTHOR

...view details