ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ વોર્ડ નંબર-1ના કોંગી પ્રમુખ હર્ષાબા જાડેજાએ આપ્યું રાજીનામું - કોંગી પ્રમુખ હર્ષાબા જાડેજા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની પણ ચૂંટણી યોજાનારી છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક પક્ષના નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પક્ષથી નારાજ થયા છે. જેને લઇને રાજકોટ વોર્ડ નંબર-1ના કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ જાડેજા પણ ટિકિટ ન મળતા કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.

Rajkot
Rajkot

By

Published : Feb 9, 2021, 7:40 AM IST

  • કોંગી પ્રમુખ હર્ષાબા જાડેજાને પક્ષમાંથી ટિકિટ ન મળતાં થયાં નારાજ
  • કોરોના કાળમાં જરૂરિયાત મંદો માટે કામ કર્યું હોવા છતાં પક્ષમાંથી કરાઈ અવગણના
  • આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવી શક્યતા

રાજકોટ: રાજકોટ વોર્ડ નંબર-1માં કોંગ્રેસમાં હર્ષાબા જાડેજાએ વર્ષો સુધી અનેક કામ કર્યા છે. જ્યારે કોરોના કાળમાં પણ તેમને જરૂરિયાત મંદોને માટે કામ કર્યું હતું છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા તેમણે અંતે કોંગ્રેસમાંથી તેમને છેડો ફાડ્યો હતો.

રાજકોટ વોર્ડ નંબર-1ના કોંગી પ્રમુખ હર્ષાબા જાડેજાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કર્યું છતાં અવગણના

આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જવા માટે વિચારણા કરી રહ્યા છે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું છતાં તેમને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવતા તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details