ગુજરાત

gujarat

ETV Bharat / state

Congress Leader visits Jetpur : ભાદર નદીમાં પ્રદૂષણને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા - ઉનાના ધારાસભ્ય પુંજા વંશ જેતપુરમાં

કોંગ્રેસના નેતાઓ દ્વારા જેતપુરના (Congress Leader visits Jetpur) પ્રદૂષિત વિસ્તારોના ખેડૂતોની મુલાકાત કરી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અગાઉ પણ ભાદર નદીમાં થતા પ્રદૂષણને લઈને આંદોલન કરી ચૂક્યા છે. હાલ રાજકોટ અને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન ના (Congress Organization in Rajkot) હોવાના મુદ્દે ધારાસભ્યો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

Congress Leader visits Jetpur : ભાદર નદીમાં પ્રદૂષણને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા
Congress Leader visits Jetpur : ભાદર નદીમાં પ્રદૂષણને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા

By

Published : Mar 12, 2022, 9:33 AM IST

રાજકોટ : રાજકોટના જેતપુર જગવિખ્યાત સાડી ઉધોગના દૂષિત પાણીને ભાદર નદીમાં (Pollution in Bhadar River) ઠાલવવામાં આવતા નદીમાં આવેલા ચેકડેમો બિન ઉપયોગી નીવડતી હોય છે. તેને લઈને જેતપુરના પીઠડીયા અને સરધારપુર ગામના સ્થાનિક ખેડૂતોની રજૂઆત કરીને કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સત્ય શોધક સમિતિ દ્વારા ખેડૂતોની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના (Congress Leader visits Jetpur) ધારાસભ્ય લલિત વસોયા અને ઉનાના ધારાસભ્ય પુંજા વંશ સામેલ હતા.

ભાદર નદીમાં પ્રદૂષણને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા

આ પણ વાંચો :Paresh Dhanani in Rajkot : પરેશ ધાનાણીએ કહ્યું જેને પણ કોંગ્રેસના માધ્યમથી લોકોની સેવા કરવી છે તે આવકાર્ય, કોની માટે કહ્યું તે જાણો

હું વિધાનસભામાં પ્રદૂષણના મુદ્દે રજૂઆત કરીશ: લલિત વસોયા

ધોરાજીના ધારાસભ્ય (Dhoraji MLA Lalit Vasoya in Jetpur) લલિત વસોયાએ જણાવ્યું કે, મેં અગાઉ પણ ભાદર નદીમાં થતાં પ્રદૂષણના મામલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જેતપુર તાલુકાના પીઠડીયા અને સરધારપુર ગામના ખેડૂતો અને પ્રદૂષિત વિસ્તારની મુલાકાત કરી હતી. સાથે જ સ્થળ પર જઇ ચકાસણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હાલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પ્રદૂષણનો (Issue of Pollution in the Legislature) મુદ્દો ઉઠાવવામાં આવશે. તેમજ પ્રદૂષણનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચોઃસાબરકાંઠામાં યોજાયું કોંગ્રેસનું જનજાગરણ સંમેલન, કોંગ્રેસે 2022ની ચૂંટણી જીતવા બાંયો ચડાવી

હાલ રાજકોટ જિલ્લા અને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન જ નથી

ભાદર નદીમાં પ્રદૂષણને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા

ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રદૂષણના મુદ્દાને લઈને જ્યારે ધોરાજી અને ઉનાના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેતપુરમાં ધામા નાખવામાં આવ્યા છે. ત્યારે હાલ રાજકોટ જિલ્લા અને ખાસ કરીને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય (Congress Organization in Rajkot) સંગઠન ના હોય જે અંગેનો પ્રશ્ન મિડીયા દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ તરફ ખો પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details