ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે મંચ પર ઉપસ્થિત રહેતા રાજકીય માહોલ ગરમાયો - undefined

ખોડલધામ ખાતે ભાજપના ધારાસભ્ય સાથે કોંગ્રેસના એક ચાલુ ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યો એક મંચ પર આવતા નારાજગીની ચર્ચાને વધુ વેગ મળ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

congress-leader-being-present-on-the-same-platform-as-the-bjp-mla-further-fueled-the-air-of-displeasure-with-the-party
congress-leader-being-present-on-the-same-platform-as-the-bjp-mla-further-fueled-the-air-of-displeasure-with-the-party

By

Published : Mar 12, 2023, 6:42 PM IST

કોંગ્રેસ-ભાજપના નેતાઓ સાથે એક મંચ પર

રાજકોટ: ખોડલધામ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ એક હજાર સીનીયર સીટીઝનને ખોડલધામ ખાતે દર્શન કરવા લાવ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો લલિતભાઈ વસોયા અને લલિતભાઈ કરગથરા પણ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આ ત્રણ કોંગ્રેસના નેતા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ ખોડલધામના નરેશભાઈ પટેલ સાથે એક મંચ પર ઉપસ્થિત રહેતા પાર્ટીથી નારાજગીની હવાને વધુ વેગ મળ્યો છે.

કોંગ્રેસના એક ચાલુ ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યો એક મંચ પર આવતા નારાજગીની ચર્ચાને વધુ વેગ મળ્યો

નારાજગીની વાત નકારી:આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, નારાજગી હોવાની વાત ભાજપના ધારાસભ્યો ફેલાવે છે અમે નહિ, અમે તો ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે મોવડી મંડળ તાત્કાલીક પગલાં લે તેવી માંગ કરીએ છીએ. પરિવાર હોય તો નારાજગી તો ચાલવાની તેમાં કોઈ પાર્ટી થોડા છોડે તેવું કહ્યું છે.

કોંગ્રેસ-ભાજપના નેતાઓ સાથે એક મંચ પર ઉપસ્થિત રહેતા રાજકીય માહોલ ગરમાયો

કોંગ્રેસમાં જ રહેશે લલિત વસોયા:પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે તેઓની પાર્ટી છોડવાની વાત એક વર્ષથી ચાલી રહી છે પરંતુ તેઓ હાલ કોંગ્રેસ પાર્ટી છોડવાની વાતને નકારી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે તેઓ પૂર્વ ધારાસભ્યોની બેઠક બોલાવી છે તેમાં મોવડી મંડળ સમક્ષ તેઓની માગ મુકશે. તેમને કાર્યક્રમમાં હાજરીને લઈને જણાવ્યું હતું કે સમાજના કાર્યક્રમમાં હાજરી આપવી એટલે પાર્ટી છોડી દેવું તેમ નથી.

'પાર્ટીના કોઈ ચાલુ ધારાસભ્ય કે કોઈ પૂર્વ ધારાસભ્ય પાર્ટીથી નારાજ નથી. અમારી જે પણ વાત છે એ પાર્ટીના નાના કાર્યકરો, સાનિષ્ઠ, નિષ્ઠાવાન અને કોંગ્રેસને વફાદાર કાર્યક્રતાઓનો અવાજ પાર્ટીના હાઇ કમાન્ડ સીધું પહોંચાડવાનો અમારો હેતુ છે. પાર્ટીમાં શિસ્ત રહે તેમજ તુરંત નિર્ણય લઈ શકે તે માટે અમે પાર્ટીના હાઇ કમાન્ડને પણ મળવાના છીએ.' -લલીત વસોયા, પૂર્વ ધારાસભ્ય

પાર્ટીને મજબૂત કરશે: ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અનેક કોંગ્રેસના નેતા અને ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. હાલ પણ રાજનીતિક ગલીઓમાં કોંગ્રેસના અમુક પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે લલિત વસોયાએ આ વાતને નકારી છે અને કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને પાર્ટીને મજબૂત કરશે.

આ પણ વાંચોરેલવે-એરપોર્ટની જેમ અંબાજીમાં ચીક્કીનો કોન્ટ્રાકટ પણ મિત્રને નથી અપાયો ને, ચાવડાનું નિવેદન

આ પણ વાંચોEtv ભારતના અહેવાલ બાદ ગૃહપ્રધાને જામનગર માટે કરી મોટી જાહેરાત

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details