ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં શિશુના મોત મામલે કોંગ્રેસે હોસ્પિટલની બહાર ધરણા યોજયા - રાજકોટ

રાજકોટ: જિલ્લામાં છેલ્લા એક માસમાં 111 જેટલા શિશુઓના મોત થયા છે. જેના વિરોધના ભાગરૂપે સોમવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.

શિશુના મોત મામલે કોંગ્રેસે હોસ્પિટલ બહાર યોજ્યા ધરણાં
શિશુના મોત મામલે કોંગ્રેસે હોસ્પિટલ બહાર યોજ્યા ધરણાં

By

Published : Jan 6, 2020, 1:53 PM IST

Updated : Jan 6, 2020, 3:27 PM IST

શિશુઓના મોત મામલે કોંગ્રેસ દ્વારા રવિવારે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જે મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજકોટ કે.ડી ચિલ્ડ્રન્સ હોસ્પિટલની પ્રથમ મુલાકાત કરી હતી, ત્યારબાદ સિવિલ હોસ્પિટલની ગેટની સામે જ ધરણાં પ્રદર્શન યોજ્યું હતું.

શિશુના મોત મામલે કોંગ્રેસે હોસ્પિટલની બહાર ધરણા યોજયા

આ કાર્યક્રમમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આગામી 10 જાન્યુઆરીના રોજ યોજાનાર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા બાળકોના મોત મામલે જવાબ માંગવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શહેરમાં બાળકોના કેટલા મોત થયા છે. તે અંગેની માહિતી એકઠી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 111 શિશુઓના મોતનો મામલો સામે આવતા ભાજપ- કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપબાજી શરૂ કરવામાં આવી છે.

Last Updated : Jan 6, 2020, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details