આ ફરિયાદ અંગે આજે કલેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા પર થેયલ આચારસંહિતા મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
ચૂંટણી સમયે મોહન કુંડારિયા પર કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધાવી - Rahul Gupta
રાજકોટઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એકબીજા રાજકીય પક્ષો એકબીજા પર ફરિયાદો કરી રહ્યા છે. હાલમાં જ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાને ફરિયાદ કરી છે કે, ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાએ મેયર બંગલામાં પાકવીમાં મુદ્દે પત્રકાર પરિષદ યોજી આચારસંહિતાનો ભંગ કર્યો છે.
આચારસંહિતા ભંગની ફરીયાદ
તેમણે કહ્યું કે, રાજકોટના ભાજપ ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારીયાએ ગુરુવારે મેયર બંગલે પ્રેસ કોન્ફરન્સ યોજી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. તેથી આ સમગ્ર મામલાની તપાસ ARO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.