રાજકોટના કોંગી કોર્પોરેટરે મહાનગરપાલિકાને રૂ. 50 કરોડનો મેમો ફટકાર્યો! - etv bharat
રાજકોટઃ રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર રોડ રસ્તાઓ પર મોટા ગાબડાઓ પડી ગયા છે, ત્યારે રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળતા કોંગી કોર્પોરેટરોએ શહેર જનતા વતી મનપાને 50 કરોડનો મેમો ફટકાર્યો છે.
rajkot muncipal corporation
કેંન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ટ્રાફીકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા ખાતે કોંગી મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા આશ્વર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વિવિધ પ્રકારના મેમો ફટકારી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. તેથી શહેરના ડામર રસ્તાઓને થયેલા નુકસાન અને ડ્રેનેજની અણ ઉકેલ ફરિયાદોના મામલે જનતા વતી કોંગી કોર્પોરેટરોએ મનપાને 50 કરોડનો મેમો ફટકાર્યો હતો.