ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિકના નિયમોની અમલવારી 1 મહિનો લંબાતા કોંગ્રેસે ફટાકડા ફોડી કરી ઉજવણી - રાજ્ય સરકાર

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોની અમલવારી આગામી 15 ઓક્ટોમ્બરથી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Sep 19, 2019, 6:17 AM IST

ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોની અમલવારી આગામી 15 ઓક્ટોમ્બરથી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ દિવસ સુધી રાજકોટ કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં ધરણાં યોજવાના હતા પરંતુ કોંગી કાર્યકર્તાઓ ધરણાં યોજે તે પહેલાજ તેની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સગઠિયા સહિત 36 વધારે કોંગી કાર્યકર્તાઓની પોલીસ ધરણાં યોજે તે પહેલાં જ અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

નવા ટ્રાફિકના નિયમોના અમલવારી 15 ઓક્ટોમ્બરે જતા કોંગ્રેસે કરી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details