રાજકોટઃ રાજકોટમાં હાલ કોરોનાના 18 કેસ છે, જ્યારે એક ગ્રામ્ય વિસ્તારનો છે. જ્યારે 7 જેટલા કોરોના પોઝિટિવ કેસના દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ 9 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. ત્યારે મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
કોરોનાને હરાવવા હવે રાજકોટમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત - રાજકોટમાં માક્સ પહેરવું ફરજીયાત કરાયું
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે. જેના ભાગરૂપે રાજકોટમાં કોરોનાના વધતા કેસ રોકવા અને શહેરીજનોના સ્વાસ્થ્ય માટે મનપા દ્વારા રાજકોટમાં ફરજીયાત માસ્ક પહેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઇ રાજકોટમાં માક્સ પહેરવું ફરજીયાત કરાયું
આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો રાજકોટમાં કોઈપણ વ્યક્તિ માસ્ક વગર જોવા મળશે તો તેને પ્રથમ વખત રૂપિયા 1હજારનો દંડ, જ્યારે બીજી વખતથી રૂપિયા. 5 હજારનો દંડ અને જો ઈસમ દંડ ભરવાની ના પાડે તો તેનીા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.