રાજકોટઃ નાગરિક બેન્કના ડિરેક્ટર યતિશકુમાર દેસાઈએ જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં નગરપાલિકા સંચાલિત બાલાશ્રમની સાત બાળાઓના લગ્નનું આયોજન થયું હતું. આ બાળાઓને બેન્કના ધર્માદા ફંડમાંથી રૂપિયા 10 લાખનું યોગદાન આપવાનું ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી બાલાશ્રમની દીકરીઓના લગ્નમાં ગોંડલ નાગરિક સહકારી બેન્ક તરફથી રોકડ રકમ અથવા સોનાની ભેટ મળ્યાનું નગરપાલિકાના રેકૉર્ડ પર ઉપલબ્ધ નથી.
ગોંડલ નાગરિક સહકારી બેન્કમાં 5 લાખની ઉચાપત થઈ હોવાની જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત - ઇટીવી ભારત રાજકોટ
ગોંડલ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર યતીશકુમાર દેસાઈ દ્વારા બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલ અને જનરલ મેનેજર મનસુખભાઈ સોજીત્રાએ ખોટો રેકૉર્ડ ઉભો કરી રૂપિયા 5 લાખની ઉચાપત કરાઇ હોવાની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી છે.
Gondal nagrik bank
આ ઉપરાંત બેન્ક દ્વારા રૂપિયા 1,36,925 જે કામદારને ચૂકવાયેલા નાણાના બીલની વિગત પણ અપાઈ નથી. વિગતવાર જોઇએ તો, 1,40,000 વિષ્ણુ જવેલર્સ જેતપુર, 1,40,000 અરિહંત જવેલર્સ રાજકોટ, 1,40,000 સૌભાગ્ય જવેલર્સ અમરેલીના બિલ રજૂ કરવામાં આવ્યા છે તે દુકાનોનું ક્યાંય અસ્તિત્વ જ નથી. આ તમામ વિગત પુરાવા સાથે આપી બેન્કમાં ઉચાપત થયાનું જણાવી જિલ્લા રજિસ્ટ્રારને ફોજદારી રાહે ફરિયાદ નોંધવા માંગ કરી હતી. અન્યથા યતિશ દેસાઈ પોતે ફોજદારી રાહે ફરિયાદ નોંધાવશે તેવું જણાવ્યું હતું.