રાજકોટઃ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાને લઇને પૂર્વ વિદ્યાર્થીનીએ આરોપ લગાવતા યુુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે, યુવતિએ કહ્યુ કે, મારો અભ્યાસ મારે અધવચ્ચે જ મુકવો પડ્યો હતો. જ્યારે પ્રોફેસર દ્વારા રાતના સમયે ફોન કરવામાં આવતા હતા અને M.P.E.dમાં ગોલ્ડ મેડલ પણ આપવાની લાલચ આપવામાં આવી હતી. હાલ આ મામલે યુનિવર્સિટીના કુલપતિએ તપાસ શરૂ હોવાનું અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં, પ્રોફેસર વિદ્યાર્થીનીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ - physically and mentally harassing a student
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને મેઈલ મારફતે ફરિયાદ કરી છે કે તે જ્યારે યુનિવર્સિટીના M.P.Ed ભવનમાં અભ્યાસ કરતી હતી તે દરમિયાન તેને ભવનના પ્રોફેસર ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં, પ્રોફેસર વિદ્યાર્થીનીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં, પ્રોફેસર વિદ્યાર્થીનીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ પહેલા પણ વિવાદોમાં ફસાઇ ચુકી છે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડો. હરેશ ઝાલાના મામલે સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતો. સમાજશાસ્ત્રના એચઓડી ડો. હરેશ ઝાલનો પીએચ.ડી.ની વિદ્યાર્થીની સાથે બિભત્સ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો. જે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડો. હરેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવમાં આવી હતી.