- રાજકોટક 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ
- 11 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા
- પોલીસે 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ધરપકડ કરી
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ભુમાફિયાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એકટ(Land Grabbing Act) કાયદો ઘડવામાં આવ્યો છે. ત્યારે ભુમાફિયાઓ(Bhumafia) વિરુદ્ધ હવે નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે રાજકોટ તાલુકા પોલીસ (Rajkot Taluka Police)દ્વારા 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ (Land Grabbing Act)મુજબ ગુનોી નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
11 વર્ષથી ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો કબ્જો
આ શખ્સો દ્વારા ફરિયાદીની જમીન પર છેલ્લા 11 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા હતા. જે મામલે ફરિયાદી અનુપકુમાર હીરાલાલ રાવલ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા આજે તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબની ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.
લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
આ મામલે અનુપકુમાર હીરાલાલ રાવલ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે તેમની જમીન રાજકોટમાં મવડી વિસ્તારમાં મોજ ગામ સર્વે નં 51ની સનદ નં 148, પ્લોટ નં 52ની ચો.મી.આ 500ની રૂ.61 હજારની કબ્જા વાળી જમીન પર છેલ્લા 11 વર્ષથી 6 જેટલા શખ્સોએ ભેગા મળીને ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. તેમજ અહીં રહેવા માટે ગેરકાયદેસર બાંધકામ કરી ઓરડીઓ બનાવી હતી. તેમજ આ જમીન પચાવી પાડી હતી. જ્યારે ફરિયાદીને આ જમીન પર તેમનો કોઈ હક્ક હિસ્સો નહિ હોવાનું પણ જણાવ્યું હતું. જેને લઈને અનુપકુમાર દ્વારા આ ઇસમનો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.