રાજકોટમાં દુષ્કર્મના આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ - મરજી વિરુદ્ધ દુષ્કર્મ
રાજકોટઃ રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. શહેરના બસસ્ટેન્ડ વિસ્તારમાં રહેતા દીપેશ દીપ નારાયણ મિશ્રા નામના ઈસમ સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે પોલીસે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
રાજકોટમાં દુષ્કર્મના આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ
સમગ્ર મામલાની વાત કરીએ તો શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી મહિલાને નોકરીની જરુર હોવાથી મહિલાએ દીપેશનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ મહિલા સાથે વધુ પરિચય કેળવીને દીપેશે તેના પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દીપેશ દ્વારા મહિલાને સમાજમાં બદનામ કરી આપવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરતા અંતે મહિલાએ પોલીસનો સહારો લીધો હતો.