ગુજરાત

gujarat

ETV Bharat / state

આયુષ્યમાન કાર્ડ કૌભાંડ મામલે 9 લોકો સામે ફરિયાદ, 6ની ધરપકડ - આયુષ્યમાન કૌભાંડમાં 9 લોકો સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટ: રાજકોટમાં ગઇકાલ લાલ બહાદુર કન્યા વિદ્યાલય ખાતે કેમ્પ કરીને એક ચોક્કસ સમાજના આગેવાનો દ્વારા એક વ્યક્તિ દીઠ રૂપિયા 700 ઉઘરાવીને આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. જેને લઈને મોટી સંખ્યામાં લોકો કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા. બીજી તરફ આ મામલાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ચેરમેન જયમીન ઠાકરને થતા તેમને જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે જઈને દરોડા પાડ્યા હતા. જે બાદ આયુષ્માન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું.

Etv Bharat

By

Published : Nov 25, 2019, 4:15 PM IST

એક વ્યક્તિ દીઠ રૂપિયા 700 ઉઘરાવીને ભારત સરકાર દ્વારા કાઢી આપવામાં આવતું નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલે 9 ઈસમો સામે ફરિયાદ નોંધી છે.

આયુષ્યમાન કૌભાંડમાં સપડાયેલ 9 લોકો સામે નોંધાઈ ફરિયાદ

જ્યારે 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમો ભરૂચના એક ડોક્ટરના આઈ.ડી પરથી આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપતા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઈસમો દ્વારા અગાઉ અમદાવાદ, ભાવનગર સહિતના શહેરમાં આ પ્રકારનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details