રાજકોટ: મેટોડાના કારખાનામાં આદિવાસી શ્રમિકોને ઢોર માર માર્યાના કિસ્સો સામે આવ્યો છે. લોધિકા પોલીસ દ્વારા અંતે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ મુદ્દો મધ્યપ્રદેશની વિધાનસભામાં ખૂબ જ ગાજ્યો હતો. જે બાદ મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ભોગ બનનારને સાથે રાખી રાજકોટના લોધિકા આવી હતી. કોપર ચોરીનો આરોપ મૂકીને શ્રમિકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
"હું નવેમ્બર 2022માં રાજકોટના મેટોડામાં આવી અને કોર કેબલ કંપની પ્રાઇવેટ લિમિટેડમાં જઈને હેલ્પરનું કામ કરતો હતો. તેમજ આ કંપનીના કેમ્પસમાં બનેલા રૂમમાં અમારા કંપનીના બધા એક સાથે રહેતા હતા. ગત તારીખ 04-08-2023 ના બપોરના આશરે ત્રણ ચારેક વાગ્યે અમે બધા કંપનીમાં કામ કરતા હતા.કંપનીના માલિક ફકરુદ્દીન વોરા અમારા લોકોના રહેવાના રૂમ ચેક કરવા આવ્યા હતા. ત્યાં રૂમમાં કાંઈ મળ્યું નહોતું. જેથી કંપનીના માલિકે અમને બધા લોકોને કેમ્પસમાં બોલાવી અને કંપનીમાં કોપર કેબલની ચોરી થઈ છે. જેથી કંપનીના માલિક અમારા સાથી હરીઓમ રાઠોડને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર શંકર દરજી જોધપુર (ઉત્તર પ્રદેશ) વાળાએ માલિકને જણાવ્યુ કે, આ લોકોએ જ ચોરી કરી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેવું જણાવ્યું હતું--પ્રેમલાલ મુન્નાલાલ કોલ (ચચાઇ બસ્તી ગામના વતની)
જાનથી મારી નાખવાની ધમકી:આ બનાવમાં કારખાનાના માલિક ફકરૂદીનભાઇ વોરાએ બધાને કોર કેબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જી.આઇ.ડી.સી. મેટોડા ગેટ નંબર એકની અંદર ઓફિસમાં લઇ ગયા હતા. જે બાદ સંતલાલ રૌતેલ, સાગર કોલ, મુકેશ કોલ, મનમોહન કોલ તેમજ રોહિત કોલને આદિવાસી જાતિ વિશે ખરાબ બોલીને અને અપશબ્દો કહીં અને તેઓએ જ કોપર ચોરી કરી એવું કહી માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
તપાસ ચલાવવામાં આવશે:આ અંગે ETV Bharat ના પ્રતિનિધિએ મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના કોતવાલી પોલીસ થાણા અધિકારી અમર વર્માનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે કે અહિયાં ઝીરોથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ ફરિયાદને ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલ લોધિકા પોલીસ ફરિયાદ સોંપવામાં આવી છે. હાલ તેમના દ્વારા આગળની કાર્યવાહી અને તપાસ ચલાવવામાં આવશે.
પોલીસ ફરિયાદ નોંધી: આ બનાવ બાદ મજૂરો પોતાના વતન પહોંચ્યા હતા. ત્યાં જઈ ફરિયાદ કોતવાલી પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ઝીરો નંબરથી પોલીસ ફરિયાદ નોંધી હતી. જે પછી ત્યાંથી મધ્ય પ્રદેશ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વિનોદ સિંહ રાઠોડ સાથે લોધીકા પોલીસ સ્ટેશને ફરિયાદ લઈ આવતા પોલીસે વિધિવત ફરિયાદ નોંધી હતી. ત્યારે આ મામલે હવે શું નવો વળાંક આવે તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે. ત્યારે હાલ આ મામલે ફકરૂદીન વોરા, ધવલભાઈ અને દીપકભાઈ નામના ત્રણ વ્યક્તિઓ સામે આઈ.પી.સી. કલમ 294, 323, 506, 34 તેમજ એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(આર), 3(1)(એસ), 3(2)(5)(અ) મુજબ પોલીસ ફરિયાદ કરાઈ છે.
- Surat Crime News : સુરતના પોલીસકર્મી અને ફાયર વિભાગના જવાનને રોકાણની સામે વધુ વળતરની લાલચ ભારે પડી, આરોપીઓની ધરપકડ
- MH Crime News : મુંબઇ મહિલાઓ અસુરક્ષિત, ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરાને યુવકે મોતને ઘાટ ઉતારી