ગુજરાત

gujarat

ETV Bharat / state

કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર જનારા 4 લોકો વિરૂદ્ધ રાજકોટ મ.ન.પા.એ ફરિયાદ નોંધાવી - રાજકોટ ડેઈલી ન્યૂઝ

કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. 4 લોકો કન્ટેઈનમેન્ટ ઝોન બહાર જતા નજરે પડતા મ.ન.પા. સત્તાધીશો દ્વારા તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર જનારા 4 લોકો વિરૂદ્ધ રાજકોટ મ.ન.પા.એ ફરિયાદ નોંધાવી
કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર જનારા 4 લોકો વિરૂદ્ધ રાજકોટ મ.ન.પા.એ ફરિયાદ નોંધાવી

By

Published : Apr 15, 2021, 6:48 PM IST

  • રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે ગંભીર સ્થિતી
  • એક જ વિસ્તારમાં વધુ કેસ નોંધાતા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાય છે
  • રાજકોટમાં એક જ વોર્ડના 4 લોકોએ જાહેરનામું ભંગ કરતા નોંધાયો ગુનો

રાજકોટઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કન્ટેઈનમેન્ટ/માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલા ઘર/મકાનોમાં રહેતા લોકોને ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારા વોર્ડ નં. 17માં હુડકો આરોગ્ય કેન્દ્ર વિસ્તારના 4 લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

4 લોકો વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્પિત માયાણી, બાબુભાઈ ડોબરિયા, સ્મિત ડોબરિયા અને ભાવિન વેકરીયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ હોવા છતાં આ 4 વ્યક્તિઓએ બહાર નિકળીને ખુદની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી હોવાથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details