- પ્રથમ સુકનના 20 કિલો મરચાના ભાવ રૂપિયા 4 હજાર બોલાયા
- હાઈબ્રીડ જાતના મરચાની 500 ભારીની આવકો જોવા મળી
- સારી ક્વોલીટીના મરચાના ભાવ રૂપિયા 3500 થી લઈને 3600 સુધીના બોલાયા
રાજકોટઃ સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજથી મરચાની આવકનો પ્રારંભ થવા પામ્યો છે. આ વર્ષે ગોંડલ પંથકમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે મરચાનો પાક નિષ્ફળ જવાની સાથે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા ઘોલર, રેશમ પટ્ટો, ડબલ પટ્ટો સહિતના ગોંડલીયા મરચાની આવક મોડી જોવા મળી છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવકના પ્રારંભની સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની પ્રથમ દિવસે જ હાઈબ્રીડ જાતના મરચાની 500 ભારીની આવકો જોવા મળી હતી.
પ્રથમ સુકનના 20 કિલો મરચાના ભાવ રૂપિયા 4 હજાર બોલાયા
ગોંડલ માર્કેટ યાર્ડના સતાધીશોએ આજથી મરચાની હરાજીનો પ્રારંભ કરતા પ્રથમ સુકનના 20 કિલો મરચાના ભાવ રૂપિયા 4000/- હજાર બોલાયા હતાં બાદમાં રાબેતા મુજબની હરાજીમાં સારી ક્વોલીટીના મરચાના ભાવ રૂપિયા 3500/-થી લઈને 3600/- સુધીના બોલાયા હતાં.આ વર્ષે મરચા પકવતા ખેડૂતો અતિવૃષ્ટીનો ભોગ બનતાની સાથે ગોંડલ પંથકમાં વ્યાપક પ્રમાણમાં મરચાનો પાક નિષ્ફળ જતાં દર વર્ષે મરચાથી ઉભરાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવકમાં મોટું ગાબડું પડ્યું છે તેમ છતા મરચાના ઉત્પાદનના ફટકાની વચ્ચે આગામી દિવસોમાં મરચાની કેટલી આવકો થશે એ તો સમય જ બતાવશે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં હાઈબ્રીડ જાતના મરચાની 500 ભારીની આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવકના પ્રારંભની સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની પ્રથમ દિવસે જ હાઈબ્રીડ જાતના મરચાની 500 ભારીની આવકો જોવા મળી હતી.
mirchi