નગરપાલિકા દ્વારા રૂા.529.30 લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ટાઉનહોલમાં 544 સીટો અને પ્રોજેકટર સ્ક્રીન, સેન્ટ્રલ એ.સી., ફાયરસેફટી, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ સિસ્ટમ, પાર્કિંગ, તેમજ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આજે CM વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે, જાણો સમગ્ર દિવસનો કાર્યક્રમ - gujaratinews
રાજકોટ : આજે CM વિજય રૂપાણી રાજકોટની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતામાં અનેક કાર્યકર્મો યોજાનાર છે. વિજય રૂપાણી સવારે 11 કલાકે ગોંડલ ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન ટાઉનહોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે.
CM વિજય રૂપાણી ૦૩.૪૫ કલાકે રૂ. 92 કરોડના ખર્ચે રાજકોટમાં નવનિર્મિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય,સિવીલ હોસ્પિટલ રાજકોટના પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોકની નિરીક્ષણ અર્થે મુલાકાત લેશે. 4.30 કલાકે રૂા.45.23કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નવા આઇકોનીક બસ ટર્મિનલ તથા અદ્યતન ડેપો/વર્કશોપની મુલકાત લેશે.
06.00 કલાકે CM વિજય રૂપાણી રાજકોટના કોઠારિયા રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય કક્ષાની જૂનિયર અને સબ જુનિયર તરણ સ્પર્ધાની ક્લોઝીંગ સેરેમનીમાં હાજરી આપશે. ફુટબોલ ચેલેન્જ કપ પ્રોગ્રામમાં ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 06.30 કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. 07.30 કલાકે અમૃતસાગર પાર્ટીપ્લોટ,150 ફુટ રિંગરોડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર જવા રવાના રવાના થશે.