સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી જનાના હોસ્પિટલ તો હતી, પરંતુ આ હોસ્પિટલમાં કેટલીક ખામીઓ હતી. તેમજ વર્ષો જૂની ખરાબ હાલતમાં હોવાથી તેને નવી બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેનું કામ હાલ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. CM રૂપાણીએ પણ આ હોસ્પિટલની મુલાકાત કરી તે સમયસર બને તે માટે અધિકારીને સૂચના આપી હતી.
રાજકોટમાં નિર્માણ પામી રહેલી જનાના હોસ્પિટલની મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી મુલાકાત
રાજકોટ: મુખ્યપ્રધાન રૂપાણી રવિવારે રાજકોટની મુલાકાતે હતા. તેમણે શહેરના હોસ્પિટલ ચોક ખાતે 200 કરોડના ખર્ચે નવી નિર્માણ પામી રહેલ જનાના હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ તેના કામ અંગેની સમીક્ષા કરી હતી. આ હોસ્પિટલનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યપ્રધાન રૂપાણી
રાજકોટમાં નવી નિર્માણ પામી રહેલ જનાના હોસ્પિટલ 200 કરોડના ખર્ચે બનશે. જે 11 માળની હશે અને જેમાં 200 જેટલી પથારી પ્રસૂતા માતાની અને 300 જેટલી પથારી બાળકો માટે હશે. અગાઉની જનાના હોસ્પિટલના પટાંગણમાં 100 વર્ષો જૂનું વડનું વૃક્ષ હતું, જેને કાપ્યા વગર હોસ્પિટલના નવા પ્લેનમાં ફેરફાર કરીને તેને બનાવવામાં આવી રહી છે.