રાજકોટ: ગુજરાતમાં કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે મોત પણ વધારે થઇ રહ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડેશ બોર્ડના માધ્યમથી રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી.
કોરોનાનો કહેર: CM રૂપાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ રાજકોટમાં ધામા નાખ્યા છે.
CM રૂપાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાતમાં કોરોનાની સારવાર લઇ રહેલા બાળ દર્દીઓની વિગતો પણ મેળવી હતી. આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હોસ્પિટલના તબીબોને દિવસમાં બે વખત ICUમાં રાખવામાં આવેલા દર્દીઓની મુલાકાત લેવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3445 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1723 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Last Updated : Sep 3, 2020, 8:23 PM IST