- બે પ્રોજેકટ માટે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી
- રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી
- બન્ને પ્રોજેકટનું કામ વધુ તેજ ગતિએ થાય અને તેના માટેના જરૂરી સૂચનો પણ CM રૂપાણીએ અધિકારીઓને કર્યા
રાજકોટ : સમગ્ર ગુજરાત માટે માનવામાં આવતા અતિ મહત્વપૂર્ણ એવા બે પ્રોજેકટ માટે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના હીરાસર ખાતે નિર્માણ પામનારા ગ્રિન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી અને AIIMSની કામગીરી ક્યાં સુધી પહોંચી તે બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
AIIMS અને એરપોર્ટ નિર્માણ કામગીરી વધુ ઝડપી કરવા સૂચના
મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હીરાસર એરપોર્ટની અને AIIMS આ બન્ને પ્રોજેકટનું કામ ક્યાં સુધી પહોંચ્યું એ અંગેની માહિતી મેળવી હતી. તેમજ આ બન્ને પ્રોજેકટ માટેના સ્થાનિક અને રાજ્ય કક્ષાએ અટવાયેલા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવાની અધિકારીઓને ઓન સૂચના આપી હતી. જ્યારે બન્ને પ્રોજેકટનું કામ વધુ તેજ ગતિએ થાય અને તેના માટેના જરૂરી સૂચનો પણ CM રૂપાણીએ અધિકારીઓને કર્યા હતા.
હીરાસર એરપોર્ટ અને AIIMSની કામગીરીને લઈને CM રૂપાણીએ યોજી બેઠક હીરાસર એરપોર્ટના રન વેનું 40 ટકા કામ થયું પૂર્ણ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી હીરાસર ગામ નજીક રાજકોટનું આંતરરાષ્ટ્રીય ગ્રિન ફિલ્ડ એરપોર્ટના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ એરપોર્ટ માટેની બાઉન્ડ્રિનું કામ અહીં શરૂ છે. જ્યારે જમીન પણ સમતલ કરવામાં આવી રહી છે. એરપોર્ટના રન વેનું 40 ટકા જેટલું કામ પણ પૂર્ણ થઈ ગયું હોવાનું તંત્ર દ્વારા જણાવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ હીરાસર ખાતે નિર્માણ પામી રહેલા એરપોર્ટ માટે પણ નવા એરપોર્ટ પોલીસ મથકની જાહેરાત કરવામાં આવી છે.
હીરાસર એરપોર્ટ અને AIIMSની કામગીરીને લઈને CM રૂપાણીએ યોજી બેઠક AIIMS માટે ચાલુ વર્ષે જ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે
રાજકોટના જામનગર રોડ પર આવેલી પરાપીપડિયા ગામ નજીક AIIMSનું નિર્માણ થવાનું છે. જેના માટેના પ્લાનને તાજેતરમાં રૂડા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ચાકુ વર્ષે AIIMSમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને હાલ અહીં 50 જેટલા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા રાજકોટ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવી છે. તેમજ તેમને ભણાવનાર અધ્યાપકોની પણ વહેલાસર નિમણૂક કરવામાં આવશે.