રાજકોટમાં રોટરી ક્લબ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેરેથોનનું રવિવારના રોજ આયોજન કરવામાં અવ્યું હતું. જેમાં અંદાજીત 35 હજાર કરતા વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ મેરેથોનને લીલીઝંડી આપી હતી.
રાજકોટ મેરેથોનને CMએ કરાવ્યું ફ્લેગઓફ, 35 હજાર રનરોએ લીધો ભાગ
રાજકોટઃ શહેરમાં રવિવારના રોજ રોટરી ક્લબ અને મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે મેરેથોનનું આયોજન કરવામા આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં 35 હજાર કરકતા વધુ લોકોએ ભાગ લીધો હતો.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેરેથોન પ્રસ્તાન કરાવવામાં આવી હતી. 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર સાથે દિવ્યાંગો માટે પણ એમ કુલ ચાર કેટેગરીમાં મેરેથોન યોજાઈ હતી. પ્રથમ મેરેથોનન મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા વહેલી સવારે 6.30 કલાકે લીલીઝંડી આપવામાં અવી હતી. આ સાથે જ દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટમાં મેરેથોનને લઈને ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તેમજ દોડવીરોને મુશ્કેલી ન પડે તે માટે કેટલાક રસ્તાઓ ડાઈવર્ડ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મેરેથોનમાં ભાગ લીધેલા રનરો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે 5 વગાયે ઉમટી પડ્યા હતા. રાજકોટના રાજમાર્ગો પર મેરેથોનને લઈને માનવમેદની જોવા મળી હતી.