સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશને લઈને કાગવડમાં ભવ્ય આયોજન રાજકોટ : રાજ્યના લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા કાગવડ ખાતેના ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના છ વર્ષ આગામી 21 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે, ત્યારે આ પ્રાંત પ્રતિષ્ઠાના છ વર્ષ પૂર્ણ અને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામ ખાતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કાર્યક્રમ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ખોડલધામ ખાતે સન્માન સમારોહ અને બીજા અલગ-અલગ કાર્યક્રમો યોજાશે જેમાં આજે વહેલી સવારથી જ લોક ડાયરાની સાથે સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોવડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવવા આવશે, ટ્રસ્ટી મંડળ આમંત્રણ આપવા દિલ્હી જશે
દેશભરમાંથી કન્વીનરો ઉમટી પડશેખોડલધામ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાતમાં વર્ષના મંગલ પ્રવેશ દરમિયાન ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નવનીત રાજ્ય સરકારના પ્રધાનો અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું વિશેષણ સન્માન કરવામાં આવશે. આ સાથે જ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ પણ યોજાશે. જ્યારે ખોડલધામના ટ્રસ્ટીઓ, દેશભરના કન્વીનરો સહ કન્વીનરો, સ્વયંસેવકો મહિલા સમિતિના અધ્યક્ષો, સામાજિક આગેવાનો અને દાતાઓ સહિતના લોકો એક તાંતણે બંધાય તે માટે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોખોડલધામ મહિલા સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વે માતાજીને તલનો હાર અર્પણ કરાયો
4000 જેટલા સ્વયંસેવક સેવામાં ખડેપગે આ ઉત્સવ તારીખ 21 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, તેમજ માં ખોડલની મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યના પ્રધાન મંડળ, ધારાસભ્યો તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાનો, અગ્રણીઓ હાજરી આપશે. સાથે જ ખોડલધામ ખાતે પાર્કિંગથી લઈને મંદિર પરિસર સુધી 4000 જેટલા સ્વયંસેવક સેવામાં ખડેપગે રહેશે અને મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજ ઉમટી પડશે,જેને લઈ ને કાગવડ ખોડલધામ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હર વર્ષે કઈકને કઈક ત્યાં સાંસ્કૃતિ કાર્યક્રમો થતાં હોય છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે આ વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન, નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પાટીદાર અગ્રણીઓએ દ્વારા મળી રહી છેે.