રાજકોટમાં સિવિલ હોસ્પિટલની કામગીરીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, સિવિલની કે.ટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં છેલ્લા મહિનામાં 111 નવજાત શિશુના મોત થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ અંગે સ્થાનિકો હોસ્પિટલને જવાબદાર ગણાવી રહ્યાં છે. સાથે હોસ્પિટલનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં હતા. હોસ્પિટલનો બચાવ કરતાં સિવિલ સર્જન મનીષ મહેતાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે,"હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા અને પૂરતો સ્ટાફ છે. દરેક દર્દીને સમયસર સારવાર આપવામાં આવે છે. જેથી આ કિસ્સામાં તંત્ર જવાબદાર નથી."
રાજકોટમાં 111 બાળકોના મોત મામલે સિવિલ સર્જનની પ્રતિક્રિયા - રાજકોટ સિવિલ હૉસ્પિટલ ન્યૂઝ
રાજકોટ: સિવિલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં 111 નવજાત શિશુના મોત થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો છે. સ્થાનિકોમાં હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે. જેથી સિવિલ હોસ્પિટલના સર્જને તંત્રનો બચાવ કરવા આગળ આવ્યા છે. તેમને આ ઘટના અંગે નિવદેન આપ્યું હતું. જેમાં તેમણે હોસ્પિટલની કામગીરી કોઈ ખામી ન હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના કોટામાં બાળકોના મોતની ઘટના બાદ એક પછી એક તમામ રાજ્યોના હોસ્પિટલોના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં 111 શિશુઓના મોતનો અહેવાલ સામે આવતાં રાજ્યભરમાં ખળભળાટ મચ્યો હતો. સાથે સિવિલ હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ત્યારે હોસ્પિટલ તંત્ર પોતાના બચાવ કરતું જોવા મળી રહ્યું છે.