રાજકોટ: શહેરમાં જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તે પ્રકારે લુખ્ખાઓ આતંક મચાવી રહ્યા છે. એવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે શહેરના આજીડેમ ચોકડી નજીક ગઈકાલે સાંજના સમયે લુખ્ખા તત્વોએ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસની આડે એકટીવા ઊભી રાખીને બસના ડ્રાઇવરને છરી બતાવી હતી. જોકે રસ્તા વચ્ચે બસને રોકીને ડ્રાઇવરને છરી બતાવી ડરાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ત્યારે આ પ્રકારની ઘટના રાજકોટમાં સામે આવ્યા બાદ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
Rajkot News: રાજકોટમાં લુખ્ખા તત્વોએ સિટીબસ ડ્રાઈવરને છરી બતાવી, CCTV આવ્યા સામે - Rajkot CCTV
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસની આડે એકટીવા ઊભી રાખીને બસના ડ્રાઇવરને છરી બતાવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
![Rajkot News: રાજકોટમાં લુખ્ખા તત્વોએ સિટીબસ ડ્રાઈવરને છરી બતાવી, CCTV આવ્યા સામે રાજકોટમાં લુખ્ખા તત્વોએ સિટીબસ ડ્રાઈવરને છરી બતાવી, CCTV આવ્યા સામે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-09-2023/1200-675-19543776-thumbnail-16x9-r-aspera.jpg)
Published : Sep 18, 2023, 4:00 PM IST
બસના ડ્રાઈવરને છરી બતાડીને ધમકાવ્યો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી નજીક ગઈકાલે રવિવારના સમયે આ ઘટના બની હતી. જ્યારે રવિવાર હોય તેને લઈને આજીડેમ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. એવામાં મહાનગરપાલિકા સિટી બસો પણ રવિવારે અહીંયા મોટા પ્રમાણમાં ચાલતી હોય છે. ત્યારે ચોકડી એક નજીક એકટીવા ચાલકે ઈલેક્ટ્રીક બસની આડે એકટીવા ઊભી રાખી હતી. જ્યારે આ બસમાં પેસેન્જર પણ ભરેલા હતા અને એકટીવા ચાલક બસ ઊભી રાખીને બસની અંદર દોડી આવ્યો હતો. તેમજ ડ્રાઇવરને ગાળો આપીને છરી બતાવી હતી. જ્યારે આ ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ઘટનાને લઈને થોડા સમય માટે પેસેન્જરના જીવ પણ તાળવે ચોટયા હતા.
ઘટના મામલે પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક સીટી બસમાં પેસેન્જર મોટી સંખ્યામાં ભરેલા હતા. એવામાં આ બસને રસ્તા વચ્ચે ઉભી રાખવામાં આવી હતી અને બસના ડ્રાઇવરને છરી બતાવી હતી. જ્યારે આ ઈસમ કોણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ આજીડેમ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ પણ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.