ગુજરાત

gujarat

By

Published : Jun 28, 2021, 6:31 PM IST

ETV Bharat / state

રાજ્ય સરકારની છૂટ તેમ છતાં રાજકોટના સિનેમાઘરો હાલ બંધ

હાલ કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ ગઈ છે. ત્યારે સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સિનેમાઘરો(Cinema halls ) પણ 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા મુકાયા છે, પરંતુ રાજકોટના સિનેમાઘરો નવી ફિલ્મ ન આવવાથી હજુ બંધ જ રાખવામાં આવ્યા છે.

રાજ્ય સરકારની છૂટ છતાં રાજકોટના સિનેમાઘરો હાલ બંધ
રાજ્ય સરકારની છૂટ છતાં રાજકોટના સિનેમાઘરો હાલ બંધ

50ટકાની ક્ષમતા અને કોરોનાની ગાઈડલાઈન મુજબ શરૂ કરાયા સિનેમાઘરો(Cinema halls )

રાજકોટમાં 1- 2 જ સિનેમાઘરો (Cinemahalls) ખુલ્યા હોવાનું આવ્યું સામે

અમુક સિનેમાઘરોમાં (Cinema halls )જૂની ફિલ્મો બતાવાઈ રહી છે

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં હવે સિનેમાઘરોને(Cinema halls )પણ 50 ટકા ક્ષમતા સાથે કોરોનાનીગાઈડ લાઈન પ્રમાણે ખોલવાની છૂટછાટ આપી છે. જેને લઈને ETV Bharat દ્વારા રાજકોટમાં સિનેમાઘરો ખુલ્યા છે કે નહીં તે અંગેની માહિતી મેળવવા આવી હતી. જેમાં માત્ર એક-બે સિનેમાઘરો જ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાકીના સિનેમાઘરો (Cinema halls )સ્વૈચ્છિક બંધ રાખવાનું સામે આવ્યું હતું.

નવી ફિલ્મો ન આવી હોવાથી સીનેમાઘરો શરૂ રાખવાથી કંઈ લાભ થાય નહિ

આ અંગે જ્યારે સિનેમાઘરો(Cinema halls )ના માલિકને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, હાલ કોઈ નવી ફિલ્મો આવી નથી ત્યારે સિનેમાઘરો શરૂ રાખવાનો કંઈ લાભ નથી. જ્યારે જે સિનેમાઘરો (Cinema halls )માં ખુલ્યા છે, તે જૂની ફિલ્મો દેખાડી રહ્યા છે.

રાજકોટનું સૌથી જૂનું ગેલેકસી સિનેમાઘર પણ બંધ

રાજકોટનું સૌથી જૂનું અને જાણીતું સિનેમાઘર (Cinema halls )રેસકોર્સ નજીક આવેલા ગેલકસી સિનેમાના માલિક રશ્મિકાંત ભાલોડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા ભલે સિનેમાઘર(Cinema halls ) શરૂ રાખવાની છૂટ આપવામાં આવી હોય, પરંતુ હાલ કોઈ નવી ફિલ્મો આવી ન હોવાના કારણે સિનેમાઘરો બંધ રાખવાની નોબત આવી છે. જ્યારે બજારોમાં નવી ફિલ્મો આવશે, પછી જ અમે સિનેમાઘરો(Cinema halls )શરૂ કરી શકીશુ બાકી સિનેમાઘરો શરૂ કરવાનો કોઈ લાભ નથી. જ્યારે રાજકોટમાં એક-બે સિનેમાઘરોને મૂકીને તમામ સિનેમાઘરો હાલ બંધ છે.

શહેરમાં અલગ-અલગ 7 જેટલા સિનેમાઘરો છે

રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ કુલ 7 જેટલા સિનેમાઘરો (Cinema halls)આવેલા છે. જેમાંથી મોટાભાગના સિનેમાઘરો બંધ છે. જ્યારે જે સિનેમાઘરો(Cinema halls )શરૂ છે. ત્યા જૂની ફિલ્મો દેખાડવામાં આવી રહી છે. હાલ કોરોના કાળમાં મોટાભાગના ધંધાઓ બંધ છે. જેને લઈને બજારમાં કોઈ નવી ફિલ્મ પણ નથી રહી, ત્યારે સિનેમાઘરોના (Cinema halls )માલિકો પણ દર્શકોને જૂની ફિલ્મ બતાડવા ઇચ્છતા નથી. જેના કારણે આ સિનેમાઘરો બંધ રાખવા પડ્યા છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી આ સિનેમાઘરો બંધ હોવાના કારણે માલિકોને પણ પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

છેલ્લા દોઢ વર્ષથી બંધ છે સિનેમાઘરો

કોરોનાની મહામારી આવ્યા બાદ મોટાભાગના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં સિનેમાઘરો(Cinema halls ) બંધ રાખવાની ફરજ પડી છે. જ્યારે કોરોનાની પ્રથમ લહેર ગયા બાદ 15થી 20 દિવસ સિનેમાઘરો શરૂ થયા હતા. પરંતુ બીજી લહેર આવતા જ તમામ સિનેમાઘરો(Cinema halls )સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે મોટું નુકસાન પણ માલિકો વેઠી રહ્યાં છે. ત્યારે આગામી જુલાઈ મહિનામાં બજારોમાં નવી ફિલ્મો આવશે, ત્યારબાદ રાજકોટના સિનેમાઘરો ફરી શરૂ થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details