ચોટીલા જમીન કૌભાંડ કેસમાં તત્કાલીન અધિક કલેક્ટરના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને રાજકોટ ACBમાં હાજર અને અન્ય ત્રણ આરોપીઓને સુરેન્દ્નનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં સુરેન્દ્નનગર એડિશનલ સેશન કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ભાગેડુ અધિકલેક્ટર અને મામલતદારને આશરો આપનારની પણ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ચોટીલા જમીન કૌભાંડના આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર - remand
સુરેન્દ્રનગરઃ થોડા સમય પહેલા ચોટીલામાં જમીન કૌભાંડ સામે આવ્યુ હતુ. આ કૌભાંડમાં ACB સમક્ષ હાજર થયેલા વધુ ત્રણ આરોપીઓ અને અધિક કલેક્ટરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
ચોટીલા તાલુકાના જીવાપર અને બામણબોર ગામની કરોડો રૂપિયાની સરકારી જમીન કેસમાં તત્કાલીન અજીત ચંદ્રકાન્ત પંડ્યા ના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં શુક્રવારે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ ACBમાં હાજર થયેલ આ કેસના અન્ય આરોપીઓ મામલતદાર માનસી રાઠોડ અને રાજેશ ખાતરને પણ શુક્રવારે ચંદ્રકાન્ત પંડ્યાની સાથે રિમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતા.
આ કેસમાં જિલ્લા સરકારી વકીલ એમ. પી. સભાણીની દલીલોને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજે અધિક કલેક્ટર સહિત જ્યારે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.