અમદાવાદ :પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે છેલ્લા ઘણા સમયથી રોપ વેનો વિવાદ ચાલી રહ્યો છે. ટેન્ડર પ્રક્રિયા વગર જ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હોવાની ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી થઈ છે. આ પ્રક્રિયા ઉપર રોક લગાવવા માંગ સાથેની અરજીમાં આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા વધુ વિગતો મૂકવામાં આવી હતી.
ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો :ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. રોપ વે બનાવવા સામે અમારો કોઈ જ વિરોધ નથી, પરંતુ કોઈ અનુભવી વ્યક્તિને આ કામ મળે એ બિલકુલ જરૂરી છે. જો કોઈ અનુભવી વ્યક્તિને કામ સોંપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોરબી જેવી દુર્ઘટના બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ચામુંડા મંદિરમાં ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે રોજની હજારોની સંખ્યામાં લોકો માતાના મંદિરની મુલાકાત લેતા હોય છે આવા વખતમાં જો કોઈ બિન અનુભવી વ્યક્તિ કામ કરશે તો ચોક્કસ અકસ્માત જેવી ઘટના બની શકે છે. આ ટેન્ડરની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે.
આ પણ વાંચો :National Highway: રાજ્યમાં ગયા વર્ષે 3 હજાર કરોડના હાઈવેના પ્રોજેક્ટ થયા મંજૂર, કેન્દ્રિય પ્રધાને આપી માહિતી