ગુજરાત

gujarat

ETV Bharat / state

સાહેબ ! મારે ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે' મુખ્યપ્રધાન સાથે બાળકોનો સંવેદનાસભર સંવાદ - Sensitive dialogue of children

કોરોનામાં જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવીનાર બાળકોની મદદ માટે રૂપાણી સરકાર આવી છે. ત્યારે રાજકોટમાં 8 વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનારા કિશોરી ઝલકની માતા કોરોના કાળામાં તેમનો સાથ છોળતા હવે તેનું અને તેના નાના ભાઈનું શું થશે ? ત્યારે વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણીને મળ્યા બાદ તેમની સાથે થયેલા સંવાદથી આ કિશોરી તેની અને તેના નાના ભાઈના ભવિષ્યથી નિશ્ચિત બની હતી.

સાહેબ ! મારે ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે' મુખ્યપ્રધાન સાથે બાળકોનો સંવેદનાસભર સંવાદ
સાહેબ ! મારે ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે' મુખ્યપ્રધાન સાથે બાળકોનો સંવેદનાસભર સંવાદ

By

Published : Aug 3, 2021, 12:24 PM IST

  • રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી
  • માતા-પિતા ગુમાનાર બળકોના વ્હારે રૂપાણી સરકાર
  • કિશોરી તેની અને તેના નાના ભાઈના ભવિષ્યથી નિશ્ચિત બની

રાજકોટ: 8 વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનારા રાજકોટની કિશોરી ઝલકની માતાનું મૃત્યું પણ કોરોનામાં થતાં હવે તેનું અને તેના નાના ભાઈનું શું થશે ? એ યક્ષ પ્રશ્ન એને અત્યાર સુધી મુંઝવતો હતો પરંતુ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણીને મળ્યા બાદ તેમની સાથે થયેલા સંવાદથી આ કિશોરી તેની અને તેના નાના ભાઈના ભવિષ્યથી નિશ્ચિત બની ગઈ છે.

સાહેબ ! મારે ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે' મુખ્યપ્રધાન સાથે બાળકોનો સંવેદનાસભર સંવાદ

માતાનું મૃત્યું થતાં હવે અમારા બન્ને ભાઈ–બહેનનું કોણ ?

મુખ્યપ્રધાન સાથે થયેલા મુલાકાત અને સંવાદની આ ઘટનાને વર્ણવતાં ગદગદીત સ્વરે ઝલક કહે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કોરોનાના કપરા સમયમાં મારી માતાનો હાથ પણ અમારી પર ન રહ્યો મારી માતાનું મૃત્યું થતાં હવે અમારા બન્ને ભાઈ–બહેનનું કોણ ? એ મોટો પ્રશ્ન મારી સામે હતો પરંતું અમારી આ મુશ્કેલી મુખ્યપ્રધાનને મળવાથી દૂર થઈ ગઈ છે. સીએમએ અમારા માતા–પિતાની જેમ જ અમને આજે હૂફ સધિયારો આપ્યો છે, જેના કારણે હવે હું હાશકારો અનુભવું છું મને વિશ્વાસ છે કે, હવે અમને કોઇ જ મુશ્કેલી નહીં પડે કારણ કે, મારા અને ભાઇના માથે હવે રાજયના મુખ્યપ્રધાન રૂપાણીનો હાથ છે, તેમ ગૌરવભેર જણાવતા ઝલક વધુમાં ઉમેરે છે કે અમારા બન્ને ભાઇ બહેનના અભ્યાસની અને ઉજ્જવળ કારકિર્દીની જવાબદારી રાજય સરકાર લેશે તેવો સધીયારો આપવા સાથે અમને દરેક પ્રકારે મદદરૂપ બનવાનું પણ મુખ્યપ્રધાને જણાવ્યું છે.

આ પણ વાંચો:સંવેદનશીલ સરકારનો નિર્ણય, રૂપાણી સરકાર આવી અનાથ બાળકોની વ્હારે

ઝલકના પિતાનું 8 વર્ષ પહેલા મૃત્યુ થયું

ઝલકના પિતા નિપુલભાઈનું 8 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. હાલમાં કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ઝલક તેના નાના ભાઈ દેવ સાથે હાલમાં તેમના નાની સાથે રહે છે. 12માં ધોરણમાં સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની હાલ નીટની તૈયારી જોરશોરથી કરી રહી છે. માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી ઝલક તેના નાના ભાઈની અભ્યાસ સહિત દેખભાળની પણ એક વ્હાલી બહેન તરીકેની જવાબદારી નિભાવી રહી છે. માતા કોરોનામાં મૃત્યુ પામતા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર રૂપી સેવાના સ્વપ્નને સેવતી ઝલક ખૂબ જ આત્મવિશ્વાસ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મોકળા મને સાધેલા સંવાદમાં ડોક્ટર બની લોકોની સેવા કરવાની મહેચ્છા દર્શાવી હતી. જેને મુખ્યપ્રધાને બિરદાવી હતી.

મુખ્યપ્રધાન સાથે સેલ્ફી ખેંચી

વિજય રૂપાણીના હસ્તે ટેબ્લેટની ભેટ મળ્યા બાદ ખુબ જ ખુશી સાથે તેણીએ મુખ્યપ્રધાન સાથે સેલ્ફી ખેંચી હતી. ઝલક હાલ માતા-પિતાની ગેરહાજરીને ભૂલી સશક્ત ઉજ્વળ ભવિષ્ય તરફ પ્રતિબદ્ધતા સાથે કર્મના સિદ્ધાંતને વરી આગળ વધી રહી છે. ‘શો મસ્ટ ગો ઓન’ ઉક્તિને સાર્થક કરતી ઝલક કોરોનામાં અનાથ બનેલા અન્ય નિરાધાર બાળકો માટે રોલ મોડેલ બની તરીકે ઉભરી આવી છે.

આ પણ વાંચો:ડાંગમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે આધારરૂપ બની પાલક માતા-પિતા યોજના

રાજ્ય સરકારનો દિલથી આભાર માન્યો

રાજ્ય સરકાર દ્વારા બાળ સેવા યોજના તળે માસિક 4000 રૂપિયાની સહાય તેમના સ્વપ્નને સાર્થક કરવામાં મદદરૂપ બનશે. તેમ જણાવી મુખ્યપ્રધાન તેમજ રાજ્ય સરકારનો તેમણે દિલથી આભાર માન્યો હતો. રાજકોટ ખાતે આયોજિત બાળ સેવા સંવાદ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભવોએ પણ ઝલકની હિંમત, આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details