મુખ્યપ્રધાન રૂપાણીએ અટલ સરોવરના નવા નીરના વધામણાં કર્યાં - Atal dam
રાજકોટઃ મુખ્યપ્રધાન રૂપાણી બુધવારે રાજકોટ પ્રવાસે હતા. રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં યોજાયા હતાં, જેમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કરાયાં હતાં.
ETV BHARAT
રાજકોટમાં યોજાયેલાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે મનપા દ્વારા કૃત્રિમ રીતે નિર્માણિત અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કર્યા હતાં. કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,"આ વર્ષે રાજકોટમાં સારો વરસાદ છે. અંદાજિત 57થી 58 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ખૂબ આનંદની વાત છે. તેમજ નર્મદા ડેમની સપાટી 138 સુધી પહોંચી છે. જે ઐતિહાસિક સપાટી છે."