- જેતપુરમાં ગાદીસ્થાન સ્વામિનારાયણ મંદિરના 220માં પટ્ટાભિષેક મહોત્સવ
- સંતો દ્વારા હાર પહેરાવીને થતા હળ આપીને ભૂપેન્દ્ર પટેલનું કરાયુ સ્વાગત
- હું અહીં આશીર્વાદ લેવા માટે આવ્યો છું, બોલવા માટે નહીં: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
રાજકોટ:જિલ્લાના જેતપુરમાં (Jetpur) ગાદીસ્થાન સ્વામિનારાયણ મંદિરના (Swaminarayan Temple) 220માં પટ્ટાભિષેક મહોત્સવમાં (Coronation Festival in 220)રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા શ્રદ્ધાળુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
જેતપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 220માં ગાદી પટ્ટાભિષેક મહોત્સવમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત ભાજપના કાર્યકરો અને ખેડૂત દ્વારા મુખ્યપ્રધાનનું હળ આપીને સ્વાગત
આ સાથે જ રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા(Jayesh Radadia) અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા(Mansukh Khacharia) સહિતના મહાનુભવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પેટલ દ્વારા પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે હું તો ગાદીસ્થાન પાસેથી આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું. અહીં મારે કઈ ભાષણ ન આપવાનું હોય. તેવું સહજ ભાવે કહ્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપના (Rajkot District BJP)કાર્યકરો અને ખેડૂત પુત્રો દ્વારા મુખ્યપ્રધાનનું હળ આપીને સ્વાગત (Welcoming the Chief Minister with a plow)કરવામાં આવ્યું હતુ.
સ્વામિનારાયણ સંપ્રદાયનું કેપિટલ કહેવાય છે જેતપુર
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેતપુરનું( Jetpur in the Swaminarayan sect)અનેરુ મહત્વ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જણાવ્યા મુજબ જેતપુરના સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધવાવતાર ગુરૂવર્ય શ્રી રામાનંદ સ્વામીની(Shri Ramananda Swami) આજ્ઞાથી ધર્મની ધરા ધારણ કરી ગાદીએ બેઠા હોવાથી જેતપુર "ગાદીસ્થાન" ના નામે ઓળખાય છે. સ્વામિનારાયણ ભગવાને ધર્મધુરા ધારણ કરીને બે વરદાન માગ્યા હતા જેના 220 પૂર્ણ થતાં જેતપુર ખાતે તેનો શિતાધિક વિશતિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ વડતાલ પીઠધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્રપ્રસાદ મહારાજ (Shri Rajendra Prasad Maharaj)અને નીલકંઠચરણદાસજી સ્વામીની પ્રેરણાથી જેતપુરમાં ઉજવાઈ રહયો છે.
સંખ્યામાં લોકો ધાર્મિક પ્રસંગનો લાહવો લેવા ઉમટી પડ્યાં
જેતપુરમાં ઉજવાઈ રહેલા ગાદી પટ્ટાભિષેક મહોત્સવમાં રાજ્યના અને દેશ-વિદેશના લોકો પણ ભારે ઉત્સાહ સાથે આ ગાદી પટ્ટાભિષેક મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. સંખ્યામાં લોકો ધાર્મિક પ્રસંગનો લાહવો લેવા ઉમટી પડ્યાં છે. જય સ્વામિનારાયણના ઉદ્ઘોષ સાથે જેતપુરનું વાતાવરણ ધાર્મિક થયું છે.
આ પણ વાંચોઃહિન્દૂ ધર્મમાં 'તુલસી વિવાહ' પર્વની ઉજવણી બાબતે જાણો...
આ પણ વાંચોઃવડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના સન્માનમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું