ગુજરાત

gujarat

ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડાના કારણે થયેલા મોત મામલે મૃતકની પુત્રીને સહાય ચેક અર્પણ

નિસર્ગ વાવાઝોડાની અસરથી ભારે પવન અને વરસાદના કારણે અનેક ઘટના સર્જાઇ હતી. જેમાંથી એક ઘટનામાં હોર્ડિંગ્સ પડતા નીચે દબાઈ જવાથી મૃત્યુ પામેલા સ્વ.બાબુભાઇ આણંદભાઈ ચાવડાના ગં.સ્વ.મંજુલાબેન બાબુભાઇ ચાવડા અને મૃતકની દીકરી ધારા બાબુભાઈ ચાવડાને SDRF (state disaster response funds)માંથી રૂપિયા 4,00,000/નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

check handed over to daughter whose mother died in hurricane
નિસર્ગ વાવાઝોડામાં મૃતકની પુત્રીને સહાય ચેક અર્પણ

By

Published : Jun 13, 2020, 4:26 PM IST

રાજકોટઃ જિલ્લાના વીરપુર જલારામ ગામના રહીશ અને ગોંડલ તાલુકાના જામવાડી ગામે તારીખ 04/06/20ના રોજ નિસર્ગ વાવાઝોડાની અસરથી ભારે પવન અને વરસાદના કારણે હોર્ડિંગ્સ પડતા નીચે દબાઈ જવાથી મૃત્યુ પામેલા સ્વ.બાબુભાઇ આણંદભાઈ ચાવડાના ગં.સ્વ.મંજુલાબેન બાબુભાઇ ચાવડા અને મૃતકની દીકરી ધારા બાબુભાઈ ચાવડાને SDRF (state disaster response funds)માંથી રૂ. 4,00,000/ અંકે રૂપિયા ચાર લાખની સહાયનો ચેક ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

વાવાઝોડામાં મૃતકની પુત્રીને સહાય ચેક અર્પણ

આ ચેક અર્પણમાં ગોંડલ તાલુકા વિકાસ અધિકારી જગદીશસિંહ ગોહિલ, ગોરધનભાઈ ધામેલીયા, પ્રફુલ્લભાઈ ટોળીયા, ઉપપ્રમુખ ગોંડલ તાલુકા પંચાયત તેમજ વેલજીભાઈ સરવૈયા અને અલ્પેશભાઈ ઢોલરિયા વેગેરે ઉપસ્થિત રહી મૃતક સ્વ.બાબુભાઈ ચાવડાના પરિવારને સાંત્વના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details