રાજકોટમાં સંતાન પ્રાપ્તિની લાંલચ આપી મહિલા સાથે છેતરપીંડી - રાજકોટ સમાચાર
રાજકોટ: જિલ્લાના કુવાડવા ગામે રહેતી જલ્પા દિપક બાહુકિયા નામની પરિણીતા ઘરે એકલી હતી ત્યારે બે મહિલાએ આવી ભોગ બનનારને રાંદલ માતાજીને પ્રસાદી ધરવાની માનતા કરવાની છે અને વિધી કરવાથી સંતાન પ્રાપ્તિ થશે તેવી વાતો કરી હતી. આ વાતોની જાળમાં જલ્પાને ફસાવી સોનાના દાગીના અને રોકડ લઇ નાસી બે મહિલાઓ નાસી છૂટી હતી.
રાજકોટમાં સંતાન પ્રાપ્તિની લાંલચ આપી મહિલા સાથે છેતરપીંડી
આ સમગ્ર ઘટના મામલે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બે મહિલાઓને CCTV ફુટેજના આધારે ઝડપી પાડી છે. રાજકોટના નવાગામ આણંદપર દિવેલીયાપરામાં રહેતી લાભુ મહેશ નકુમ તથા આણંદપર ગામ નજીક રહેતી નયના ભરત નકુમને ઝડપી પાડી બન્ને મહિલાઓએ છેતરપીંડીથી પડાવેલા રૂપિયા 1 લાખના સોનાના દાગીના તથા 5500ની રોકડ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.