રાજકોટ:શહેરના 150 ફૂટ રીંગરોડ-2 પર રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રેસકોર્સ-2 નિર્માણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કરોડોના ખર્ચે મનપા દ્વારા રેસકોર્સ-2નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સમગ્ર પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે હતું અને દિવાળી દરમિયાન તેને ખુલ્લુ મુકવાની વાત હતી પરંતુ હજુ પણ રેસકોર્સ-2 ખાતે 10 ટકા જેટલી કામગીરી બાકી હોય જેને લઇને હજુ તેને ખુલ્લું મુક્ત બે મહિના જેટલો સમય લાગશે.
રાજકોટ રેસકોર્સ-2નું લોકસભાની ચૂંટણી પહેલા લોકાર્પણ થાય તેવી શક્યતાઓ - Chances of Rajkot Racecourse 2 being launched
રાજકોટ રેસકોર્સ-2નું લોકસભાની ચૂંટણી પહેલા લોકાર્પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 10 ટકા જેટલી કામગીરી બાકી હોય જેને લઇને હજુ તેને ખુલ્લું મુક્ત બે મહિના જેટલો સમય લાગશે. કામ ઝડપથી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ એજન્સીઓને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં પણ આવી છે. Racecourse-2 being launched before the Lok Sabha
Published : Nov 28, 2023, 6:26 PM IST
વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો પ્રોજેક્ટ:સમગ્ર પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો જે તે વખતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ 2022માં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાનો હતો પરંતુ કોરોના કાળના કારણે રેસકોર્સ-2 ની નિર્માણની કામગીરી લંબાઈ હતી. એવામાં વર્ષ 2023ના દિવાળી પહેલા તેનું કામ પૂર્ણ થશે તેવી કોર્પોરેશનના પદાધિકારીઓને આશા હતી પરંતુ દિવાળી પહેલા પણ આ કામગીરી પૂર્ણ થઈ નહોતી. હવે આગામી બે માસ સુધી આ કામગીરી ચાલશે અને 26 જાન્યુઆરીના રોજ તેને ખુલ્લુ મુકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંદાજિત 1 હજાર કરોડનો પ્રોજેક્ટ:રાજકોટ સ્માર્ટ સિટી અંતર્ગત રેસકોર્સ-2 નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અહીંયા કુત્રિમ સરોવર બનાવામાં આવ્યું છે. જેને અટલ સરોવર નામ અપાયું છે. આ સાથે જ ભૂલકાઓ માટે ગાર્ડન વિવિધ રાઇડ્સ સહિતની મનોરંજનની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. તેમજ આ આખો પ્રોજેક્ટ અંદાજિત રૂ. 1000 કરોડનો છે. જેને વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ 2022માં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાની હતી જે હજુ સુધી થઈ નથી. એવામાં હવે માત્ર 10% જેટલું કામ નાનું મોટું બાકી છે. જેને ઝડપથી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ એજન્સીઓને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં પણ આવી છે.