ચણાનો ટેકાનો ભાવ રૂ. 1067 જાહેર કરાયો રાજકોટઃરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિધિવત્ રીતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતના બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જ ટેકાના ભાવે આ ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. અત્યારે ખૂલ્લી બજાર કરતા ટેકાના ભાવે ચણાના વધુ ભાવ મળી રહ્યા છે. આના કારણે રાજકોટ જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ચણાનો પાક લઈને રાજકોટ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને પોતાનો માલ ટેકાના ભાવે વહેંચી રહ્યા છે.
આ પણ વાંચોઃDamage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ
આજથી રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીઃટેકાના ભાવે ચણાની ખરીદી અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 10 માર્ચથી નાફેડ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. આને લઈને રાજકોટ યાર્ડમાં પણ હાલ ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં લોધિકા, પડધરી અને રાજકોટ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મોટા પ્રમાણમાં ચણાની વહેંચણી કરવા યાર્ડ ખાતે આવી રહ્યા છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચણાની બજાર રાજકોટમાં સૌથી વધુ હોય છે.
ચણાનું વેચાણ કરવા ખેડૂતો તૈયાર ચણાનો ટેકાનો ભાવ રૂ. 1067 જાહેર કરાયોઃજ્યારે સરકાર દ્વારા ચણાના 1,067 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આને લઈને રાજકોટ સહિતના 3 તાલુકાના કુલ 7,000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે જણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા વેચવા આવેલા ખેડૂત વિરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે 1,067 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. તેનાથી અમને સંતોષ છે. હાલમાં ખુલ્લી બજારમાં ચણાનો ભાવ 930થી માંડીને 950 રૂપિયા સુધીનો ભાવ મળે છે. તેના કરતા ટેકાનો ભાવ હાલ વધુ છે. જ્યારે ગત વર્ષે ચણાની ખરીદી કર્યા બાદ સરકાર દ્વારા 15 દિવસની અંદર અમને ચુકવણું કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ અમે આશા રાખીને બેઠા છીએ કે 15 દિવસની અંદર અમને અમારું ચુકવણું કરવામાં આવે.
આ પણ વાંચોઃDamage to mango crop in Valsad : વલસાડમાં આંબાવાડી ખેડૂતો માટે વરસાદ વેરી, વંટોળીયાએ મંજરી અને નાની કેરીઓ ખેરવી
50 ટકા ઓછું રજિસ્ટ્રેશન થયુંઃજ્યારે આજથી રાજકોટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં માત્ર 7,000 જેટલા જ ખેડૂતોએ ટેકાના ભાવે જણા વેચવાનું માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે કે, આ માત્ર 50 ટકા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે ખેડૂતોને પોતાનો માલ રિજેક્ટ થવાનો ભય રહેતો હોય છે. સાથે જ પેમેન્ટ પણ મોડું આવતું હોય છે. આના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાનો માલ વેચવાનો પસંદ કરી રહ્યા છે.