તેમજ પ્રાંત અધિકારી રાયજાદા, મામલતદાર ચુડાસમા, ચીફ ઓફિસર પટેલ તથા નગરપાલિકાના સદસ્યો તેમજ શહેર અને તાલુકા ના ભાજપના આગેવાનો પણ યોગ દિવસમાં જોડાઈ અને યોગ દિવસ ની ઉજવણી કરી હતી. જસદણના આટકોટમાં વિદ્યાવિહાર શાળા ખાતે TDO ગોહિલ તથા આટકોટના પોલીસ પી.એસ.આઇ કે પી મેતા વિદ્યાવિહાર આચાર્ય વી આર ગજેરા તથા આટકોટ પોલીસ સ્ટાફ સહિતના આટકોટના લોકો યોગમાં જોડાયા હતા. જેમાં સ્કૂલનો સ્ટાફ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ યોગ દિવસમાં જોડાયા હતા અને જુદા-જુદા યોગ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ - celebration
રાજકોટ: ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, આટકોટ તેમજ જસદણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. તેમજ ગોંડલમાં સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, એશિયાટિક કોલેજ, મહિલા કોલેજ, તન્ના સ્કૂલ, રાજપૂત સમાજની વાડી સહિત વિવિધ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ યોગમાં વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, વાલીઓ, પોલીસ અધિકારીઓ, યુવાનો અને શહેરીજનો સહિત આશરે 15 હજાર જેટલા લોકો જોડાયા હતા.

રાજકોટ
રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
ધોરાજી ખાતે સ્ટેશન રોડ પર આવેલ શ્રી ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેતપુરમાં બસ સ્ટેન્ડ પાછળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જેતપુર શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ શાહ દ્વારા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ જેતપુર શહેરના સૌ નાગરિકો આ યોગ દિવસ ઉજવણીમાં જોડાયા હતા. ગોંડલના પ્રાંત અધિકારીએ યોગા દિવસની શુભેચ્છા પાઠવી હતી.