મળતી માહીતી મુજબ ચંદ્રયાનથી રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. મિશનની સફળતા બાદ ભારત પણ અન્ય વિકસિત દેશોની હરોળમાં સામેલ થઈ જશે. આ બાબતને રાજકોટના સાયન્સના વિદ્યાર્થીઓએ સ્વદેશી મિશનને અદ્ભુત ગણાવ્યું હતું. તો વિદ્યાર્થીઓએ ભારતીયો વધુમાં વધુ સાયન્સ પ્રત્યે જાગૃત થાય તે માટે અપીલ પણ કરી હતી.
ચંદ્રયાનના લોન્ચિંગને લઈ રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ, મીઠાઈ ખવડાવી કરી ઉજવણી
રાજકોટ: ચંદ્રયાન-2નું લોન્ચિંગ આજે બપોરે 2.43 વાગ્યે થશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધુ છે. અગાઉ ટેકનિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનિકલ ખામીઓને યોગ્ય કરી લીધી હતી. ત્યારે મિશન ચંદ્રયાનથી રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી.
ચંદ્રયાન મિશનથી રાજકોટવાસીઓમાં ખુશનો માહોલ
ઉલ્લેખનીય છે કે યાનનું લોન્ચિંગ 15મી જૂલાઇ પર નિર્ધારિત હતું, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે લોન્ચિંગ થઈ શક્યુ નહોતું. કાઉન્ટ ડાઉન દરમિયાન રોકેટ અને યાનની વિવિધ સિસ્ટમની તપાસ કરવામાં આવશે અને રોકેટના એન્જીનોમાં ઈંધણ પૂરવામાં આવશે. ચંદ્રયાન-2 ભારતનું બીજા ક્રમાંકનું સૌથી મહત્વાકાંક્ષી મિશન છે. જેને શ્રીહરિકોટના સતીશ ધવન સ્પેસ સેન્ટર. જેને રોકેટ જી.એસ.એલ.વી. માર્ક-3 પરથી લોન્ચ કરવામાં આવશે.