રાજકોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ઇદ અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ત્યારે રાજકોટની લક્ષ્મીનગર વિસ્તારના રહેવાસીઓએ ફાંસીની સજા પર રોક લાગતા ઉજવણી કરી હતી.
કુલભૂષણની ફાંસી અટકાવવા પર રાજકોટવાસીઓએ કરી ફટાકડા ફોડી ઉજવણી
રાજકોટ: કુલભૂષણ મામલે આંતરાષ્ટ્રિય કોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપ્યો છે. ભારતની તરફેણમાં ચુકાદો મળતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટવાસીઓએ પણ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
કુલભૂષણની ફાંસી અટકાવવા પર રાજકોટવાસીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી
નેધરલેન્ડના હેગમાં સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ ( ICJ )માં પાકિસ્તાનમાં બંધ ભારતના કુલભૂષણ જાધવ મામલે સુનવણી થઇ હતી. જેમાં ICJમાં ભારતની મોટી જીત થઇ છે. ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે.