યુવકનું ખાડામાં પડવાના કારણે થયેલા મોતનો મામલે CCTV ફૂટેજ આવ્યા સામે રાજકોટ:રાજકોટના 150 ફૂટરિંગ રોડ પર ગઈકાલે ઇન્દિરા સર્કલ નજીક એક બાઇક સવાર હર્ષ ઠક્કર નામનો યુવાન ખાડામાં પડી ગયો હતો. જે ઘટનામાં તેનું મોત થયું હતું. આ મામલે યુવકના પિતા અશ્વિન ઠક્કર દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં કોર્પોરેશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એવામાં આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે.
યુવાનનું અન્ય બાઇક સાથે થયું હતું એક્સિડન્ટ:જ્યારે હર્ષ સવારના સમયે પોતાની ઓફિસે બાઇક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન શહેરના રૈયા વિસ્તારથી ઇન્દિરા સર્કલ તરફના રસ્તા પર તેનો અન્ય બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટના દરમિયાન રસ્તામાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં તે પડ્યો હતો. જેના કારણે તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જેને લઈને પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોRajkot Crime : રાજકોટ મેડિકલ કોલેજના વડાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, પાડોશીઓએ કરી જાણ
કોર્પોરેશન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ:આ ઘટના અંગે મૃતક હર્ષના પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં કોર્પોરેશનની બેદરકારીના કારણે મોત થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે પણ આ મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં પોલીસ આ ઘટનામાં કઈ એજન્સીનું કામ ચાલતું હતું તે એજન્સીની પૂછપરછ કરશે. જ્યારે ખાડાની આસપાસ કોઈ સેફટીના સાધનો લગાડ્યા હતા આ તમામ બાબતોની તપાસ કર્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે.
આ પણ વાંચોમોરેનામાં મોટો અકસ્માત, પહાડગઢના જંગલમાં ફાઈટર જેટ મિરાજ અને સુખોઈ દુર્ઘટનાગ્રસ્ત
શું બન્યો હતો બનાવ?: હર્ષ ઠક્કર નામનો યુવાન પોતાની ઓફિસે જઈ રહ્યો હતો તે સમયે 150 ફૂટ રીંગ રોડ ઉપર રહ્યા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તે એક ખાડામાં તે ખાબકયો હતો. ખાડામાં પડવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પિતા અશ્વિનભાઈ ઠક્કરને જાણ થતા તેઓ પણ થોડીકવાર સુધી બેશુદ્ધ બની ગયા હતા. જેના કારણે તેઓને પણ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા ઇમરજનસી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પોલીસ દ્વારા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.